તેલ અવિવ: ભારતના વડાપ્રધાન બીજી વાર ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે ઇઝરાયલની સંસદ ‘નેસેટ’માં સાંસદોને સંબોધન આપ્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ઇઝરાયલ સંબંધોને ઐતિહાસિક અને વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ગણાવ્યા.
7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ ભારતના લોકો વતી ઇઝરાયલના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલને સમર્થન આપતા ઇઝરાયલી સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવ્યા હતાં.
વડાપ્રધાન મોદીએ કહ્યું 'હું એ દિવસે જ પેદા થયો જે દિવસે ભારતે ઇઝરાયલને માન્યતા આપી હતી'.
I am deeply honoured to receive the Medal of the Knesset.
— Narendra Modi (@narendramodi) February 25, 2026
I accept it with humility and gratitude.
This honour is not a tribute to an individual, but to the enduring friendship between India and Israel.
It reflects the shared values that guide our two nations.@KnessetENG https://t.co/OGtBMTsLuC pic.twitter.com/6H6Dt9sP6v
ઇઝરાયલના લોકો પ્રત્યે સંવેદના:
વડાપ્રધાન મોદીએ ઇઝરાયલી સંસદમાં કહ્યું, "7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા અમાનવીય આતંકવાદી હુમલામાં જે લોકોના પરિવાર વિખેરાઈ ગયા અને જેમની દુનિયા ભાંગી પડી, તેમના પ્રત્યે ભારતના લોકો વતી હું સંવેદના વ્યક્ત કરું છું. અમે ઇઝરાયલના લોકોની પીડા અનુભવી શકીએ છીએ, અમે તમારા દુઃખમાં સહભાગી છીએ. ભારત અત્યારે અને ભવિષ્યમાં પણ સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇઝરાયલ સાથે મજબૂતીથી ઊભું છે,"
વડાપ્રધાન મોદીએ કહ્યું, "શાંતિનો માર્ગ મુશ્કેલ હોય છે, આ પ્રદેશમાં શાંતિ લાવવા માટે ભારત ઇઝરાયેલને ટેકો આપશે. ભારત ઇઝરાયલની સાહસ માટે ખૂબ માન ધરાવે છે."
26/11 ના હુમલાને યાદ કર્યો:
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ મુંબઈમાં 26 નવેમ્બર 2008નાં રોજ થયેલા આંતંકવાદી હહુમલાને પણ યાદ કર્યો, વડાપ્રધાન મોદીએ કહ્યું, "અમે 26/11 ના મુંબઈ હુમલાને યાદ કરીએ છીએ, આ હુમલામાં ઇઝરાયલી નાગરિકો સહિત જીવ ગુમાવ્યા એ તમામ નિર્દોષ નાગરીકોને યાદ કરીએ છીએ. ઇઝરાયલની જેમ અમે પણ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેમાં કોઈ બેવડા ધોરણો નથી."
הנה עוד כמה הצצות מהכנסת.@KnessetENG pic.twitter.com/4FVj2bW7OV
— Narendra Modi (@narendramodi) February 25, 2026
ઇઝરાયલ સાથે મજબુત સંબંધો;
વડાપ્રધાન મોદીએ વિવિધ ક્ષેત્રોમાં ઇઝરાયલ સાથે ભારતના સંબંધો વધુ વિકસાવવા અને મજબુત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ ખાસ કરીને બંને દેશો મજબૂત સંરક્ષણ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વાળા વાતાવરણમાં ભારત અને ઇઝરાયલ વિશ્વસનીય ભાગીદારો બન્યા છે. પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા બંને રાષ્ટ્રો માટે આ સહયોગ જરૂરી છે.
વડાપ્રધાન મોદીએ બંને દેશોના આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ અંગે પણ વાત કરી. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલને સ્ટાર્ટઅપ નેશન ગણાવ્યું. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના કૃષિ ઉદ્યોગના ભરપુર વખાણ કર્યા. વડાપ્રધાને કહ્યું કે ઇઝરાયલના સમર્થનથી ભારતના ખેડૂતો માટે તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા.