નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નવા કાર્યાલય સેવાતીર્થથી પ્રથમ મોટો નિર્ણય લીધો છે. જેમાં પીએમ રોડ અકસ્માત પીડિત હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ (RAHAT)યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણયને માર્ગ અકસ્માતોમાં સમયસર સારવારના અભાવે થતા મૃત્યુને રોકવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. જેમાં અકસ્માત પીડિતોને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે.
પીએમ રાહત યોજનાનો ઉદ્દેશ્ય
પીએમ રાહત યોજનાનો હેતુ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રૂપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈ વ્યક્તિનું મૃત્યુ ના થાય.
સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે
આ યોજનાના નિયમો અનુસાર, જીવ માટે જોખમી ન હોય તેવા કિસ્સાઓમાં પીડિતને 24 કલાક માટે સ્ટેબેલાઈઝેશન સારવાર મળશે.તેમજ જીવ માટે જોખમી ન હોય તેવા કિસ્સાઓમાં આ સમયગાળો 48 કલાક સુધીનો રહેશે. તેમજ મહત્વનું છે કે સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે.આ સારવાર બાદ સંબંધિત હોસ્પિટલો ડિજિટલ રીતે દાવાઓ ફાઇલ કરશે અને સરકાર તેમને રકમ ચૂકવશે. તેમજ પીડિત અથવા તેમના પરિવારને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
યોજનાનો લાભ લેવા માટે કોઈ નોંધણીની જરૂર નથી
આ યોજનાનો લાભ લેવા માટે કોઈ નોંધણીની જરૂર નથી. તેમજ વીમો પણ ફરજિયાત નથી.તેમાં આવક પ્રમાણપત્રની કોઈ જરૂર નથી. આ યોજના બધા નાગરિકો માટે સમાન રીતે લાગુ પડે છે. તેમાં રૂપિયા 1.5 લાખ સુધીનું મહત્તમ કવરેજ અપાશે. જેમાં સાત દિવસ સુધી સારવાર સુવિધા અપાશે. આ સુવિધા એમ્પેઈલડ હોસ્પિટલોમાં જ મળશે.