Sun Jul 26 2026

Logo

પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાને હરિયાણામાં મારુતિ સુઝુકી  પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

2026-07-02 18:06:46
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ સાનાઇ  તાકાઈચીએ વીડિયો કોન્ફરન્સિંગબ માધ્યમથી  હરિયાણાના ખરખોદા મારુતિ સુઝુકી ઇન્ડિયાના નવા પ્લાન્ટનું  સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.  જેને ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આ સૌથી મોટા રોકાણોમાંનું એક માનવામાં આવે છે.

ખરખોદામાં પ્લાન્ટ મારુતિ સુઝુકીનો ભારતમાં ચોથો સૌથી મોટો પ્લાન્ટ

ભારતમાં ગુરુગ્રામ, માનેસર અને ગુજરાત પછી ખરખોદામાં સ્થિત આ ઉત્પાદન પ્લાન્ટ મારુતિ સુઝુકીનો ભારતમાં ચોથો સૌથી મોટો પ્લાન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2022 માં વર્ચ્યુઅલ રીતે આ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. સુઝુકી મોટર કોર્પોરેશનની ભારતીય પેટાકંપનીએ 25 ફેબ્રુઆરી 2025ના રોજ અહીં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું હતું.

સંયુક્ત વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5 લાખ વાહનો

તેમજ  હાલમાં આ પ્લાન્ટમાં બે ઉત્પાદન એકમો કાર્યરત છે.જેની સંયુક્ત વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5 લાખ વાહનો છે. કંપની 10 લાખ વાહનોના વાર્ષિક ઉત્પાદન સુધી પહોંચવા માટે તબક્કાવાર આ ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે.
800 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં એક સંકલિત સપ્લાયર પાર્ક છે જે કાર્યકારી કાર્યક્ષમતા વધારવા અને ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે રચાયેલ છે.

કુલ ₹35,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા 

મારુતિ સુઝુકીએ ભારત માટે કુલ ₹35,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પ્લાન્ટ સીધા 21,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે. આ ઉપરાંત આનુષંગિક ઉદ્યોગો, લોજિસ્ટિક્સ પ્રદાતાઓ અને ઘટક સપ્લાયર્સ દ્વારા મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે.