સાણંદ : ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે તેઓ "કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ" નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દેશમાં આ પ્રકારની ફેસેલિટી ધરાવતો બીજો પ્લાન્ટ છે. પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમજ ઓપરેટરો અને એન્જિનિયરો સાથે પણ વાતચીત કરી.
સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે એક કનેક્શન સ્થાપિત થયું
પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ સંબોધનમાં જણાવ્યું હતું કે ગત મહિનાની અંતિમ દિવસોમાં પણ હું સાણંદ હતો અને આ મહિને પણ સાણંદમાં છું. આ સંયોગ નથી પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત કેટલી ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે તેનો સંકેત છે. તેમણે કહ્યું કે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે એક કનેક્શન સ્થાપિત થયું છે. અહિયાં ઉત્પાદિત ઉત્પાદનોનો નોંધપાત્ર હિસ્સો નિકાસ માટે બુક થઈ ગયો છે. જેના લીધે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ" નો સંદેશ વૈશ્વિક સ્તરે ગુંજશે.
It is indeed a proud moment for India’s Semiconductor ecosystem that the Kaynes Semicon OSAT facility has been inaugurated in Sanand, Gujarat. This will boost India’s efforts of emerging as a leader in futuristic technologies and innovation. pic.twitter.com/Soz8BXPWaa
— Narendra Modi (@narendramodi) March 31, 2026
ભારતીય કંપની હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો હિસ્સો
પીએમ મોદીએ જણાવ્યું હતું કે કેન્સ જેવી ભારતીય કંપની હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો હિસ્સો બન્યો છે. તેમજ આગામી સમયમાં ભારતીય કંપનીઓ વિશ્વને વિશ્વસનીય અને સ્થિતિ સ્થાપક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થતાં ભારતે પોતાને એક વિશ્વસનીય સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
વૈશ્વિક વિકાસ માટે ભારતના પ્રયાસ મહત્વપૂર્ણ
આ ઉપરાંત આ દાયકામાં વિશ્વ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ખાસ કરીને સેમિકન્ડક્ટર, દુર્લભ ખનિજો અને ઊર્જા ક્ષેત્રોમાં રોગચાળા, સંઘર્ષો અને વિક્ષેપોથી પ્રભાવિત થયું છે. આવા સમયમાં વૈશ્વિક વિકાસ માટે ભારત જેવા લોકશાહી રાષ્ટ્રએ દિશામાં આગળ વધે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.