Wed Sep 09 2026

Logo

ભારત મંડપમમાં પીએમ મોદીએ એનડીએ બેઠકમાં  નેતાઓ સાથે ખાધી ઝાલમુરી

2026-06-10 19:33:16
Author: Chandrakant Kanoja
ભારત મંડપમમાં પીએમ મોદીએ એનડીએ બેઠકમાં  નેતાઓ સાથે ખાધી ઝાલમુરી

નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસંગે ભારત મંડપમમાં એનડીએની બેઠક યોજાઇ હતી.  જેમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પીએમ મોદીએ સાથી પક્ષોના સભ્યો સાથે ઝાલમુરી ખાધી હતી. 

પીએમ મોદીએ  નેતાઓ સાથે ઝાલમુરીનો આનંદ માણ્યો  

પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારીએ પીએમ મોદીને  ઝાલમુરી આપી હતી.આ દરમિયાન, પીએમ મોદીએ વ્યક્તિગત રીતે નેતાઓને ઝાલમુરી  વહેંચી હતી. તેમણે આ ખાસ ક્ષણને સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.  વીડિયોમાં પીએમ મોદી નેતાઓ સાથે ઝાલમુરીનો આનંદ માણતા જોવા મળે છે.

ભાજપ અને એનડીએના અગ્રણી નેતાઓ હાજર રહ્યા

ભારત મંડપમ ખાતેની બેઠકમાં ભાજપ અને એનડીએના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા હાજર રહ્યા હતા. તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા હતા. જેમાં મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથ  પુષ્કર સિંહ ધામી અને પ્રમોદ સાવંત  તેમજ અનેક રાજ્યોના નાયબ મુખ્યમંત્રીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા બન્યા 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ  ચૂંટાયેલી સરકારના વડા તરીકે 4,399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડયો છે. આ સરખામણી વર્ષ 1952 થી નહેરુના કાર્યકાળ પર આધારિત છે  કારણ કે તેમણે 1947 થી 1952 દરમિયાન વચગાળાની સરકારનું નેતૃત્વ કર્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 14 વર્ષથી વધુ સમય સુધી પદ સંભાળ્યું હોવા છતાં તેમનો કાર્યકાળ સતત નહોતો. પરિણામે પીએમ મોદી દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા બન્યા છે.