Thu Sep 10 2026

Logo

વિદેશ પ્રવાસેથી પરત ફરતા જ પીએમ મોદીએ બોલાવી મંત્રીપરિષદની બેઠક, ક્યાં મુદ્દા પર થયું મંથન?

2026-05-22 09:57:00
Author: Vimal Prajapati
વિદેશ પ્રવાસેથી પરત ફરતા જ પીએમ મોદીએ બોલાવી મંત્રીપરિષદની બેઠક, ક્યાં મુદ્દા પર થયું મંથન?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ પાંચ દેશોનો પ્રવાસ કરીને પરત ફર્યા છે. ભારત આવતાની સાથે જ તેમણે કેબિનેટની બેઠક બોલાવી હતી. આખરે શા માટે આ બેઠક બોલાવી? તેનો હેતું શુ હતો? આવા અનેક પ્રશ્નો અત્યારે દરેકને થઈ રહ્યાં છે. તેવામાં આવે ખૂદ પીએમ મોદી દ્વારા આ મામલે વિગતો આપવામાં આવી છે. વિદેશથી આવતાની સાથે આકસ્મીક બેઠક બોલાવી હોવાના કારણે ભારતભરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. 

મંત્રીપરિષદની બેઠકમાં ક્યાં મુદ્દા પર ચર્ચા થઈ?

પીએમ મોદીએ વિગતો આપતા જણાવ્યું કે, તેમણે આ મંત્રીપરિષદની બેઠકમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અને સુધારાઓને આગળ વધારવા સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અંગે પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે. આ બેઠક ગઈકાલે ગુરૂવારે સાંજે પાંચ વાગે બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું હતું?

કેબિનેટની આ બેઠકમાં કેબિનેટ પ્રધાનો, રાજ્યમંત્રીઓ અને સ્વતંત્ર પ્રભાર વાળા રાજ્યમંત્રીઓ પણ સામેલ રહ્યાં હતાં. પીએમ મોદીની અધ્યક્ષતામાં 2026ની આ પહેલી કેબિનેટ બેઠક હતી. આ પહેલી 4 જૂન 2025માં કેબિનેટ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતીં. આ બેઠક અંગે પીએમ મોદીએ થોડી વિગતો શેર કરી છે પરંતુ બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગેની માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી ન હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, કાલે મંત્રીપરિષદની બેઠક સાર્થક રહી. અમે ‘ઈઝ ઓફ લિવિંગ’ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અને સુધારાઓને આગળ વધારવા સંબંધિત મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરી હતી. આ સાથે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે પણ શું સુધાર કરવા અને કેવી રીતે કાર્ય કરવું તે અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો.