નવી દિલ્હીઃ ભાજપના સ્થાપના દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, દેશવાસીઓમાં ભાજપ પર ભરોસો સતત વધી રહ્યો છે. તેમણે પક્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી. સંબોધન દરમિયાન તેઓ ગદગદ થયા હતા અને કહ્યું લોકોનો ભરોસો જ ભાજપની મૂડી છે.
ભાજપ એક માત્ર એવો રાજકીય પક્ષ છે જે પક્ષને માતા માને છેઃ મોદી
પીએમ મોદીએ કહ્યું, ભાજપ એક માત્ર એવો રાજકીય પક્ષ છે જે પક્ષને માતા માને છે. તેથી પક્ષના સ્થાપના દિવસે માત્ર રાજકીય આયોજન જ નથી થતું પરંતુ તમામ કાર્યકર્તાઓ માટે એક ભાવુક અવસર હોય છે. આ દિવસ પક્ષ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર આપે છે. દેશભરના તમામ ભાજપ કાર્યકર્તાઓ અને ભાજપને સમર્થન આપતાં દેશના તમામ નાગરિકોને સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું.
નીતિન નબીનને લઈ કહી આ વાત
#WATCH | On the BJP's Foundation Day, PM Narendra Modi says, "Our mission is still ongoing. Serious discussions are taking place in the country today on all such topics like Uniform Civil Code, One Nation One Election, and positive progress is being made in this direction. Our… pic.twitter.com/X2DjJ5WQjH
— ANI (@ANI) April 6, 2026
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં હું પક્ષના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા જોઈ રહ્યો છું. તેમણે નીતિન નબીનનો ઉલ્લેખ કરીને કહ્યું, આ ઊર્જા જોઈને લાગે છે કે, નબીને પક્ષમાં નવીનતા ભરી દીધી છે. આજે ભાજપ જે શિખર પર છે ત્યાં સુધી પહોંચવામાં લાખો કાર્યકર્તાઓનો શ્રમ છે. તેમના તપ, ત્યાગના કારણે જ પક્ષ આ ઊંચાઈ સુધી પહોંચી શક્યું છે. કાર્યકર્તાઓ પક્ષના સંકલ્પો માટે સમર્પિત થઈને સ્વયં આ સાધનાનો હિસ્સો રહ્યા છે.
પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ઉલ્લેખ કરીને કહ્યું, આરએસએસના વિશાળ અને પવિત્ર વટ વૃક્ષ નીચે રાજકારણમાં પ્રવેશ કરવાની પ્રેરણા મળી હતી. શરૂઆતના કેટલાક દાયકામાં સંગઠનની નીતિઓ નક્કી કરવામાં ઊર્જા લગાવી હતી. જે બાદ સમય આવ્યો ત્યારે ભાજપે પૂરી નિષ્ઠા સાથે ખુદને એક સશક્ત કેડર આધારિત પક્ષ બનાવ્યો. સેવા ભાવનાથી કામ કરવાનું સમર્પણ હતું કેવા કાર્યકર્તાઓની કેડર ઉભી કરી. તેમણે પાર્ટીના સિદ્ધાંતોને પોતાના જીવનના આદર્શ બનાવ્યા અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાના મૂલ્યો સાથે સમજૂતી ન કરી.