Thu Sep 17 2026

Logo

પાકિસ્તાનના ભયભીત ક્રિકેટ બોર્ડની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરી, `અમારે ત્યાં સલામતી સામે કોઈ જોખમ નથી, રમવા આવો'...

lahore   2026-03-17 20:11:27
Author: Ajay Motiwala
પાકિસ્તાનના ભયભીત ક્રિકેટ બોર્ડની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરી, `અમારે ત્યાં સલામતી સામે કોઈ જોખમ નથી, રમવા આવો'...

Pakistan Cricket Board (PCB)


લાહોરઃ પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે ભીષણ યુદ્ધ ચાલે છે અને વિમાન પ્રવાસની બાબતમાં મધ્ય પૂર્વમાં કોઈની સલામતી (Security) પણ નથી એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી વિદેશી ક્રિકેટરોને (ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને) ખાતરી આપી છે કે `આગામી 26મી માર્ચે અમારે ત્યાં શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા અચૂક આવજો. અમારે ત્યાં સુરક્ષા-સલામતીની બાબતમાં કોઈ જ ચિંતા નહીં કરતા.'

પીએસએલની શરૂઆત આઇપીએલના બે દિવસ પહેલાં થવાની છે. ઑસ્ટ્રેલિયાના જે ખેલાડીઓએ પીએસએલમાં રમવા ફ્રૅન્ચાઇઝીઓ સાથે કરાર કર્યા છે એમાં સ્ટીવ સ્મિથ, ઍડમ ઝૅમ્પા, ડેવિડ વૉર્નર, પીટર સીડલ, માર્નસ લાબુશેન, ઍશ્ટન ટર્નર, જેક ફ્રૅઝર મૅકગર્ક, રાઇલી રોસોઉ, આરૉન હાર્ડી, બેન મૅક્ડરમૉટ વગેરેનો સમાવેશ છે.

કેટલાક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાકિસ્તાનમાં પીએસએલ રમવાનું માંડી વાળવા વિચારે છે. ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના ખેલાડીઓને ખાસ કરીને પેશાવરમાં રમવા ન જવાની સલાહ આપી છે, કારણકે એ શહેર અફઘાનિસ્તાનની નજીકમાં છે.

પીસીબીએ તમામ વિદેશી ખેલાડીઓની સલામતી અને પ્રવાસ સંબંધમાં પોતે ચિંતિત છે એવા અહેવાલને પણ નકારી કાઢ્યો છે.