Tue Oct 06 2026

Logo

નમ્ર-વાણી વ્યાખ્યાન માળાઃ મારો એકરાર... પ્રભુ સાથે કરીશ કરાર!

2026-09-08 07:41:00
Author: Gurudev Shri Namramuni Maharaj Saheb
નમ્ર-વાણી વ્યાખ્યાન માળાઃ મારો એકરાર... પ્રભુ સાથે કરીશ કરાર!

 


રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ


પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે સ્વયંના પાપ, દોષો, ભૂલો અને દ્વેષનો એકરાર કરી, પ્રભુ સાથે એકાકાર થવાનો અમૂલ્ય અવસર!
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે આત્માને શુદ્ધ કરી, ભવ અને ભવોભવને સુધારવાનો અનન્ય અવસર!

પરમ ભાગ્યશાળી હોય એ જેમને પર્યુષણની આરાધના કરવાનું, પ્રભુની આજ્ઞા પાલન કરવાનું, પ્રભુના નિર્દેશને સમજવાનું અને પ્રભુના બોધવચનોને  અનુભવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, સાધના દ્વારા આત્મશુદ્ધિ કરી ભવ અને ભવોભવને સુધારવાના અંતરથી ભાવ થાય. પ્રભુ સમક્ષ ભૂલોનો એકરાર કરી,  પ્રભુ સાથે એકાકાર થવાની તક પ્રાપ્ત થાય.

ભૂલોનો એકરાર ક્યારે થાય?

ભૂલોનો એકરાર ત્યારે જ થાય, જ્યારે ભૂલોનું Realise થાય. wrong થાય કે, હું જ્યાં છું, તે સ્થાન જ્ઞિક્ષલ છે હું જે દિશામાં જઈ રહ્યો છું, તે દિશા wrong છે. હું જે પ્રવૃત્તિઓ કરી રહ્યો છું, તે પ્રવૃત્તિઓ wrong છે. આ સંસારમાં હું સંજ્ઞાઓની દિશામાં છું, હું 18 પ્રકારના પાપની દિશામાં છું  અને માટે જ, મારી અંદરની લાગણીઓ, મારી સંવેદનાઓ, મારી feelings, મારી અનુભૂતિઓ મારો મનોભાર છે.


જો આ ભૂલો realise થાય, તો જ શિલવિં right directionમાં, સત્યની દિશામાં જવાનો પુરુષાર્થ થાય.
પર્વાધિરાજ પર્યુષણ આપણને realityનું realisation કરાવવા આવે છે.
પર્યુષણના પ્રથમ દિવસે અમે જૈનદર્શનની શ્રેષ્ઠ એવી સમ્યક દર્શનની સાધના કરાવવા આવ્યાં છીએ.


‘હું wrong સ્થાન પર છું અને હું wrong દિશામાં છું.’ આ સત્યrealise થાય, આ સત્યનો સ્વીકાર થાય, તો અનંતા કર્મોનો ક્ષય થાય અને સમ્યક દર્શન પ્રગટ થાય.
ભૂલનો એકરાર એ ભૂલને સુધારવાનું first step છે. જે first step ચઢે, તે જ last step tમંજિલ સુધી પહોંચી શકે.
ભૂલનો એકરાર માત્ર હોઠથી નહીં, heart કરવો જોઈએ. ભૂલનો એકરાર paper પર penની inkથી નહીં પણ આંખોમાંથી વહેતી અશ્રુની ધારથી કરવો જોઈએ.


એકરાર એ હોય, જેમાં પશ્ચયાતાપની અશ્રુધાર હોય!

એકરાર એ હોય, જેમાં "I am wrong,,’નું realisatio હોય.

‘આખું વર્ષ તમે જેમની-જેમની આંખોમાં આંસુ લાવ્યાં હતાં, એ પાપને ધોવા તમારી આંખમાં જો પસ્તાવાના આંસુ આવે, તો તે સાચા દિલનો એકરાર  કહેવાય!’

એકરાર કર્યાં પછી, પ્રભુ સાથે એકાકાર થવાનું next step છે, પ્રભુ સાથેનો કરાર! 


એકરાર એ આત્મિક પસ્તાવો છે અને કરાર એ પ્રભુમય અને પ્રભુ જેવા બનવાનો સંકલ્પ છે, પ્રભુને એક વચન છે. ભાવદેહે પ્રભુની સમીપ જવાનો  પ્રભુને call છે.
પર્વાધિરાજ પર્યુષણ એ પ્રભુ સાથે કરાર કરવાની તક છે.
આજે પ્રથમ દિવસે પ્રભુને બે હાથ જોડી, વિનયપૂર્વક વંદન કરીને કહી દો...
પ્રભુ! મેં તો મારી ભૂલોનો, દોષોનો એકરાર અશ્રુભીની આંખે કર્યો, હવે તારી સાથે એકાકાર કરવાની જવાબદારી તારી!
 

પ્રભુ! આ પર્યુષણમાં મારે ગુરુશરણે એવી ઉત્તમ સાધના અને શુદ્ધિ કરવી છે, કે મારા મનોભારને હળવો કરી, મારી ભૂલોને સુધારી, તારી પાસે આવવું  છે, ભાવદેહે આપના શરણમાં, આપના સાંનિધ્યમાં આવવું છે.

પ્રભુ! ચંદનબાળા જેવા મારા ભાગ્ય નથી કે, પ્રભુવીર મને તારવા મારા દ્વારે આવે એટલે આજે પ્રભુ! આપ મને આવકારો, આપ મને સ્વીકારો, આપ મને  શરણમાં સ્થાન આપો, એવી શુદ્ધિની સાધના કરવી છે.


પ્રભુ! હું આવીશ આપની પાસે! હું ચોક્કસ આવીશ એક દિવસ આપના સાંનિધ્યમાં! હું મારી ભૂલોને સુધારીને આવીશ. હું મારા પાપ દોષો, કષાયો,  અવગુણો અને દ્વેષની લાશોને પશ્ર્ચાતાપના સ્મશાનમાં બાળીને, ભસ્મ કરીને આવીશ. પ્રભુ! તને પ્રેમ કરવા આવીશ.


પ્રભુ! હવે જ્યારે પણ તને હાથ જોડીશ, ત્યારે મારું હૈયું પણ તારી સાથે જોડાઈ જાય, એવો શુદ્ધ બનીને આવીશ. પ્રભુ, જ્યારે પણ તારી સમક્ષ આવીશ,  ત્યારે પહેલી જ ક્ષણે તારી ને મારી આંખ મળે, તારું અને મારું હૃદય મળે અને તારો અને મારો પ્રેમ, જેમ ગૌતમને મહાવીર મળે, ચંદનબાળાને પ્રભુ  મળે અને ઋણાનુબંધ સર્જાય એમ આપણો પ્રેમ પણ ઋણાનુબંધ સર્જી દેશે, એવા આત્મવિશ્વાસ સાથે આવીશ! 


પ્રભુ! આ મારો આપને કરાર છે!
આજ સુધી બહારની આંખોથી પ્રભુના દર્શન કર્યાં, હવે અંતરની આંખોથી સ્વયંના દોષોનું દર્શન કરી, દોષોની વિશુદ્ધિ કરવાની છે.
મનમાં ભરેલો દોષોનો ભાર, તનને પણ અસ્વસ્થ કરે છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ મનમાં, હૃદયમાં ભરેલી કડવાશની, અણગમાની, દુર્ભાવની, દોષોની અને ભવોભવને બગાડતાં દ્વેષની લાશને દૂર કરી,  મનને હળવું કરવા માટેનું પર્વ છે.


લાશ ક્યારેય મનમાં ન શોભે, લાશ તો સ્મશાનમાં શોભે!
અંદરની વેર-ઝેર અને કડવાશની લાશોને કાઢીને, જીવનને હળવાશથી, ઉલ્લાસથી ભરવા માટે તો હોય છે, પર્યુષણ પર્વની સાધના-આરાધના!
પર્યુષણ એ મજા માટે ન હોય, એ તો ભૂલોને સજા આપવા માટે હોય!
જ્યારે ભૂલો અને દોષોને પશ્ર્ચાતાપના સ્મશાનમાં અગ્નિદાહ અપાય છે, ત્યારે જ પ્રભુના સમવશરણમાં જવાને યોગ્ય બનાય છે. 


પશ્ર્ચાતાપનું સ્મશાન જ તો પ્રભુના સમવશરણ સુધી લઈ જનારું પ્રથમ તયિાં છે. પશ્ર્ચાતાપનું સ્મશાન એ સ્મશાન છે, જ્યાં એક-એક પાપને, એક-એક  દોષોને, એક-એક દુર્ભાવને, એક-એક અવગુણોને અગ્નિ સંસ્કાર આપી જલાવી શકીએ છીએ.  આત્માને શુદ્ધ કરી શકીએ છીએ. જેને પાપ-દોષ દેખાય તે જ પાપ-દોષનો એકરાર કરી શકે અને તે જ પાપ-દોષોનો પશ્ર્ચાતાપ કરી, પ્રભુ સાથે એકાકાર થઈ શકે.


પર્યુષણ મહાપર્વનો message છે, એકરાર! 
પોતાની ભૂલોને realise કરવી અને એનો એકરાર કરવો જે એકરાર કરે, તે પ્રભુ સાથે એકાકાર થઈ શકે.
પર્વાધિરાજ પર્યુષણમાં ગમે તેટલી સાધના થાય, તપસ્યા થાય, ભક્તિ થાય, પ્રતિક્રમણ થાય, પ્રવચનોનું શ્રવણ થાય, પણ એ બધાંથી પહેલાં થવો  જોઈએ ભૂલોનો એકરાર અને પ્રભુ સાથે કરાર! 
જો એકરાર અને કરાર થાય તો દરેક સાધના સાર્થક થઈ જાય.


નિર્ણય કરો, આ દેહ લાશ બને, તે પહેલાં મનમાં ભરેલી દોષોની લાશને બાળી નાંખવી છે, જો મનમાં દોષોની લાશ રહી જશે, તો ભવોભવ બગડી જશે.
પર્યુષણ સારા ઉજવ્યાં ત્યારે જ કહેવાય, જ્યારે તમારું મન, તમારા વિચારો, તમારા ભાવો અને તમારા સ્વભાવ સુધરે!
સ્વભાવ ત્યારે જ સુધરે, જ્યારે સ્વયંની ભૂલો realise થાય, ભૂલોનો એકરાર થાય અને ભૂલોને સુધારવાનો પ્રભુ સાથે કરાર થાય. ભૂલો સુધરી જાય  તો આત્મા શુદ્ધ થાય અને આત્મા શુદ્ધ થાય તો પ્રભુ સાથે એકાકાર થવાય!