Sat Sep 05 2026

Logo

સંસદીય સમિતિએ માર્ક ઝકરબર્ગને આપ્યું 3 દિવસનું અલ્ટીમેટમ, સેફ હાર્બર ક્લોઝ હટાવવાની ચેતવણી

2026-08-05 12:49:00
Author: Vimal Prajapati
સંસદીય સમિતિએ માર્ક ઝકરબર્ગને આપ્યું 3 દિવસનું અલ્ટીમેટમ, સેફ હાર્બર ક્લોઝ હટાવવાની ચેતવણી

નવી દિલ્હીઃ નીટ પેપર લીક બાદ વિરોધ પ્રદર્શન થયું, તેમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા. મામલે પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને મેટાએ ફેસબુકમાંથી હટાવી દીધો હતો. આ મામલે હવે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલયની સંસદીય સમિતીએ મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. 

આ સંસદીય સમિતી દ્વારા મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગને કહેવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 23 જુલાઈનો વીડિયો થોડા સમય માટે હટાવવામાં આવ્યો તે મામલે માફી માંગે અને આ મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. 

સાંસદ નિશિકાંત દુબેએ શું કહ્યું?

વધારે વિગતે વાત કરવામાં આવે બીજેપી સાંસદ નિશિકાંત દુબે કે અગુવાઈ વાહ આ સમિતિએ જણાવ્યું કે, ‘પીએમ મોદીનો વીડિયો હટાવવો, જે 140 કરોડ લોકો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે, આ લોકોતંત્ર પર હુમલો છે’. સમિતીએ વધુમાં કહ્યું કે, ‘જો ફેસબુક દ્વારા આ મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ‘સેફ હાર્બર ક્લૉઝ’ હટાવી દેવામાં આવશે. માર્ક ઝકરબર્ગે માફી માંગવી પડશે નહીં તો આ મામલે કેસ પણ કરવામાં આવી શકે છે’.

‘સેફ હાર્બર ક્લૉઝ’ હટાવી દેવાથી શું થશે?

તમને જણાવી દઈ કે, ‘સેફ હાર્બર ક્લૉઝ’ હટાવી દેવામાં આવે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓ સામે સીધી રીતે ફરિયાદ દાખલ કરવાનો રસ્તો સાફ થઈ જાય છે. આ સંસદીય સમિતીએ ચેતવણી આપી છે કે, કેન્દ્ર સરકાર આ મામલે મંજૂરી પણ આપી દેશે. સ્વાભિવક છે કે, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલયની સંસદીય સમિતી દ્વારા મેટા અને મેટા સીઇઓને મોટી ચેતવણી આપવામાં આવી છે.