Wed Jun 17 2026

Logo

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ધુમ્મસના કારણે એક ટ્રક નહેરમાં ખાબકી, 6 બાળકો સહિત 14 લોકોના મોત...

kot momin   2026-01-17 11:26:00
Author: Vimal Prajapati
Article Image

FB (@VoiceOfSargodhaReal)


લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું. આ ધુમ્મસના કારણે એક મોટો અકસ્માત થયો છે. એક ટ્રક પૂલ પરથી નીચે પડતા 6 બાળકો સહિત 14 લોકોના મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ ભયંકર અકસ્માત પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાના કોટ મોમિનમાં થયો છે. આ સ્થળ લાહોરથી 200 કિમી દૂર આવેલું છે. આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. આ અકસ્માત પણ ગાઢ ધુમ્મસના કારણે થયો છે. 

23 લોકોને જઈ હતી ટ્રક પુર પરથી નીચે ખાબકી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માત થયો તે વખતે ટ્રકમાં આશરે 23 લોકો સવાર હતાં. જેમાં મોટાભાગના લોકો એક જ પરિવારના હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે આ લોકો ઈસ્લામાબાદથી ફૈસલાબાદ કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે જઈ રહ્યાં હતાં, પરંતુ રસ્તામાં આ લોકોને જ કાળ ભરખી ગયો. અકસ્માતની વાત કરવામાં આવે તો ગલાપુર બ્રિજ પરથી આ ટ્રક સૂખી નહેરમાં ખાબકી હતી. કારણ એવું છે કે, ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને કઈ દેખાયું નહીં અને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક નીચે ખાબકી હતી. 

6 બાળકો અને પાંચ મહિલાઓ સહિત 14 લોકોના મોત

આ અકસ્માતમાં કુલ 14 લાકોના મોત થયાં છે. જેમાં 6 બાળકો અને પાંચ મહિલાઓ પણ સામેલ છે. જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના કારણે તેમને મોમિનની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સાથે મૃતકોના મૃતહેદને પોસ્ટ મોર્ટમ માટે ખેસેડી દેવામાં આવ્યાં છે. આ ઘટનાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ધુમ્મસ દરમિયાન યાત્રા ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. 

આ અકસ્માત મામલે પાકિસ્તાન પોલીસે તપાસ શરૂ કરી

આ કેસમાં હવે પાકિસ્તાન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારી હતી કે પછી કોઈ અન્ય કારણ હતું? તેની પણ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સ્થાનિકોનું કહેવું છે કે, ધુમ્મસના કારમે પુલ પર અને હાઈવે પર અકસ્માતો વધી રહ્યાં છે. જેથી એવું પણ સમજી શકાય કે પાકિસ્તાનમાં રોડ અને રસ્તા લોકો માટે જોખમી સાબિત થયાં છે. જો કે, અકસ્માતમાં 14 લોકોના મોત થયા તેના કારમે મૃતકોના પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી છે.