Tue Mar 10 2026

Logo

પાકિસ્તાનના ફાઈટર જેટ્સનો અફઘાનિસ્તાન પર હુમલો, કાબુલમાં લોકો ભયભીત

islamabad   1 week ago
Article Image

ઇસ્લામાબાદઃ અમેરિકા-ઇઝરાયલના ઇરાન પર હુમલા વચ્ચે હવે પાકિસ્તાને ફરી એકવખત અફઘાનિસ્તાન પર મોટો હવાઈ હુમલા કર્યા છે. આ હવાઈ હુમલામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ અને બાગ્રામ એરબેઝ સહિત અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. પાકિસ્તાને કરેલા દાવા પ્રમાણે 'ઓપરેશન ગઝબ-લિલ-હક્ક' હેઠળ પાકિસ્તાન એર ફોર્સે 37 સ્થળો પર પ્રહાર કર્યા, જેમાં 331 વ્યક્તિઓ માર્યા ગયા અને 500થી વધુ ઘાયલ થયા છે. 

કાબુલ, કંધાર, પક્તિકા, ખોસ્ટ સહિતના વિસ્તારો થયો હુમલો

પાકિસ્તાને આ હુમલા બોર્ડર પરથી આતંકી હુમલાઓના જવાબમાં કર્યો છે, જેમાં ઇસ્લામાબાદ, બાજૌર અને બન્નુમાં હુમલાઓ થયા હતા. કાબુલ, કંધાર, પક્તિકા, ખોસ્ટ સહિતના વિસ્તારોમાં 104 મિલિટરી પોસ્ટ્સ નાશ પામી, 22 બોર્ડર પોસ્ટ્સ કબજામાં લેવામાં આવી અને 163 ટેન્ક્સ નાશ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખાવજા આસિફે કહ્યું કે આ 'ઓપન વોર' છે અને તેમની ધીરજ ખતમ થઈ ગઈ છે. 

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે શું દાવો કર્યો?

અફઘાન તાલિબાને પણ પાકિસ્તાની સેના પર વળતો હુમલા કર્યા છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે દાવો કર્યો હતો કે તેણે છેલ્લા બે દિવસમાં કાર્યવાહીમાં 110 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને 68ને ઘાયલ કર્યા છે. આ સાથે પાકિસ્તાની સૈનિકો સામે સતત કાર્યવાહી કરીને 27 લશ્કરી ચોકીઓ પર કબજો કર્યો હોવાનો પણ તાલિબાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે. 

331 તાલિબાન સભ્યોને માર્યા હોવાના પાકિસ્તાનનો દાવો

અફઘાન તાલિબાન સરકાર સાથે પાકિસ્તાને પણ દાવો કર્યો છે તેમણે અઘાનિસ્તાનને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાનના દાવા પ્રમાણે ઇસ્લામાબાદ દ્વારા લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારથી 331 તાલિબાન સભ્યોને માર્યાં છે. એટલું જ નહીં પરંતુ 104 તાલિબાની ઠેકાણાને નષ્ટ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યાં છે. અત્યારે પૃથ્વી પર ઈસ્લામિક દેશો એકબીજા સામે યુદ્ધ કરી રહ્યાં છે.