Fri Jun 19 2026

Logo

માત્ર 29 બોલમાં પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિન ભેગી, બાંગ્લાદેશે પ્રેશરમાં મૂકી દીધા

Karanchi   2026-03-11 16:50:00
Author: Viral Rathore
Article Image

કરાંચીઃ મીરપુરમાં રમાઈ રહેલી વન ડે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના કંગાળ દેખાવને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે સીરિઝ શરૂ થઈ ચૂકી છે. T20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાય ગયા બાદ પાકિસ્તાન ટીમ માટે આ સીરિઝ અતિ મહત્ત્વની માનવામાં આવે છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ જે રીતે રમી રહી છે એના પરથી લગાતુ નથી કે, ખેલાડીઓની નૌકા પાર થાય.

9 બોલમાં 2 વિકેટ કરી
મીરપુરમાં વન ડે ટુર્નામેન્ટના મેચમાં પહેલા બેટિંગ કરવા માટે ઊતરેલી ટીમ પાકિસ્તાનની 9 બોલમાં 2 વિકેટ ખરી ગઈ હતી. નાહિદ રાણાએ પોતાની બોલિંગમાં પાકિસ્તાનને દસમી ઓવરમાં પ્રેશરમાં લાવી દીધું. સાહિબજાદા ફરહાન ઓવરના અંતિમ બોલ પર પેવેલિયન ભેગો થઈ ગયો હતો. પહેલા છ બોલમાં એક વિકેટ પડી હતી. હૈસેને નિશાન બનાવતા પાકિસ્તાનની બીજી વિકેટ ખરી ગઈ હતી. ત્રીજા બોલ પર એમની વિકેટ પડતા ટીમ પર પ્રેશર હોય એવું દેખાઈ રહ્યું હતું. આમ 9 બોલમાં બે વિકેટ ખરી ગઈ હતી. ત્રીજી ઓવર પણ નાહિદ રાણાને આપવામાં આવી હતી. 

સસ્તામાં આઉટ થતા બેટર
ત્રીજી ઓવરના ચોથા બોલમાં પાકિસ્તાન ટીમના બીજા ઓપનર માજ સદાકતને રન કરતો રોકી દેવાયો હતો. 16 માં બોલમાં ફરી એકવાર મહત્ત્વની વિકેટ પડતા પાકિસ્તાનના બેટર સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ચોથી અને પાંચમી ઓવરમાં રિઝવાનને આઉટ કરીને મોટા સ્કોર કરતા ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. 23 બોલમાં કુલ 4 વિકેટ પડી જતા પાક્સિતાનના બેટર તરફથી હવે કોઈ મોટો સ્કોર નહીં મળે એ નક્કી હતું. નાહિદ રાણાએ પાંચમી ઓવરના પાંચમા બોલે સલમાન આગાને આઉટ કરતા બેટરમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સામેના મેચમાં નાદિર રાણાએ પહેલીવાર 5 વિકેટ ખેરવી હતી. 

માત્ર 18 રન જ આપ્યા
નાહિદ રાણાએ માત્ર 18 રન આપીને બેટરને મોટો સ્કોર કરતા રોકી દીધા હતા. ઓવરઓલ 29 બોલમાં પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાના કોલંબોમાં ભારત સામે રમાયેલી મેચમાં પણ પાકિસ્તાનની ટીમ પર ભારતીય ખેલાડીઓએ પ્રેશર ઊભું કરી દીધું હતું. જેથી પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમ સરળતાથી જીત મેળવી શકી હતી.