એન્કાઉન્ટરમાં AK-47 રાઈફલ અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પોલીસ, આઈબી અને ઈન્ટેલિજન્સ સોર્સ પાસેથી મળેલી વિશ્વસનીય ઈન્પુટના આધારે અહીંના કિશ્તવાડ ખાતે ઓપરેશન ત્રાશી-1 અન્વયે હાથ ધરવામાં આવેલા જોઈન્ટ ઓપરેશનમાં સેનાને મોટી સફળતા મળી છે, જેમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.
હથિયાર સહિત વિસ્ફોટકો જપ્ત
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ)ના બે આતંકવાદી માર્યા ગયા છે. સેનાએ જણાવ્યું છે કે આતંકવાદીઓ ચટરુ બેલ્ટના પાસેરકુટ વિસ્તારમાં ઓપરેશન ત્રાશી વખતે માર્યા ગયા છે અને એમની પાસેથી હથિયાર અને વિસ્ફોટક સહિત બે એક-47 રાઈફલનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
બંને મૃતક પાકિસ્તાની નાગરિક
જિલ્લાના વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓના ઈન્પુટના આધારે સ્થાનિક પોલીસ સહિત વિવિધ એજન્સી સાથે મળીને સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. સેનાના ઓપરેશન અંગે વ્હાઈટ નાઈટ કોરે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું છે કે સવારના અગિયાર વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે, સેનાના જવાનોની સૂઝબૂઝને કારણે એન્કાઉન્ટર સાઈટ પર એક્શન લેવામાં આવ્યા હતા. હાલમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે, જ્યારે જે લોકો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક બંને આતંકવાદી છે, જે પાકિસ્તાની નાગરિક છે અને પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી છે.
VIDEO | Kishtwar: One terrorist has been killed in an ongoing encounter in Jammu & Kashmir's Kishtwar district, authorities report. pic.twitter.com/aajSQcKGZn
— Press Trust of India (@PTI_News) February 22, 2026
ઓપરેશન ત્રાસી શા માટે હાથ ધર્યું?
કિશ્તવાડ જિલ્લાના ચઢરુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનને ઓપરેશન ત્રાસી નામ આપ્યું છે. આતંકવાદીઓ એક પહાડી વિસ્તારના ઘરમાં છુપાયેલા હતા, જ્યારે જવાનો ત્યાં પહોંચ્યા ત્યારે સામેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એના પછી સામસામે ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં સર્ચ ઓપરેશન જારી છે, જેથી વિસ્તારમાં કોઈ આતંકવાદી છુપાયેલો રહે નહીં.
કિશ્તવાડ બની રહ્યું છે આતંકીઓનું આશ્રયસ્થાન
છેલ્લા કેટલાક મહિનાથી ચટરુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં સંપૂર્ણ રીતે આતંકવાદીઓનો સફાયો કરવા સેના ઈચ્છે છે. જોકે, સેના-પોલીસના મજબૂત સંકલનને કારણે ઓપરેશન સફળ રહ્યું છે. જોકે, હજુ પણ આતંકવાદીઓ છુપાયેલા છે, જેથી સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ચોથી ફેબ્રુઆરીના પણ એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. ઉપરાંત, ઉધમપુરમાં બે પાકિસ્તાની આતંકવાદી ગુફામાં છુપાયા હોવાની બાતમી બાદ 20 કલાકના ઓપરેશનમાં બંનેને ઠાર મારવામાં આવ્યા હતા.