Thu May 28 2026

Logo

ખુશીનો પ્રસંગ માતમામાં ફેરવાયો! ‘દંડ યાત્રા’ દરમિયાન કરંટ લાગતા ત્રણ યુવકોનું મોત, બે ઘાયલ

2026-04-13 10:07:00
Author: Vimal Prajapati
Article Image

ઓડિશાના ઢેંકાનાલ જિલ્લામાં એક મોટી દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. હિંદોલ ક્ષેત્રમાં આવેલા પાતાલા ગામમાં પરંપરાગત રીતે દંડ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દંડ યાત્રા દરમિયાન ત્રણ યુવકોને કરંટ લાગતા ઘટનાસ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ અન્ય બે યુવકો ઘાયલ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બે યુવકોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. 

ટેન્ટ લગાવવતી ત્રણ યુવકોને કરંટ લાગ્યો 

મૃતકોની વાત કરવામાં આવે તો, સુધાકર સાહૂ, પિંટૂ સાહૂ અને મિલન મહાલિકનું કરંટ લાગતા ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ યુવકો ગામમાં દંડ યાત્રાની તૈયારી ચાલી રહી હતી તેમાં ભાગ લેવા માટે પહોંચ્યાં હતા. પરંતુ અહીં તેમને કાળ ભરખી ગયો હતો. આ યુવકે ટેન્ટ લગાવી રહ્યાં હતા તે દરમિયાન અચાનક કરંટ લાગતા તેઓ નીચે પડ્યાં હતાં. ટેન્ટ માટે લોખંડની પાઈપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી કરંટ લાગ્યો હતો તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

લોખંડની પાઇપ 11 કેવી પાવર લાઇનના સંપર્કમાં આવી

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ટેન્ટ ગોઠવતી વખતે ઉપયોગમાં લેવાતી લોખંડની પાઇપ અચાનક ઉપરથી પસાર થતી 11 કેવી પાવર લાઇનના સંપર્કમાં આવી ગઈ. લોખંડની પાઇપ ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શતાની સાથે જ તેમાંથી એક શક્તિશાળી કરંટ લાગ્યો હતા. કરંટ એટલો ભયાનક હતો કે, ત્રણેય યુવાનોનું ત્યાં જ મોત થઈ ગયું હતું. ત્રણ યુવકોનું મોત થયા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનામાં પ્રફુલ સાહૂ અને નિર્મલ સાહૂ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને યુવકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

કેમ સુરક્ષાનું કોઈ ધ્યાન રાખવામાં ન આવ્યું?

આ સમગ્ર મામલે જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આટલી મોટી બેદરકારી કેવી રીતે સર્જાઈ તેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કેમ સુરક્ષાનું કોઈ ધ્યાન રાખવામાં નહોતું આવું તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ યુવકોના મોતના કારણે આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હોસ્પિટલમાં પણ મૃતકોના પરિવારજનોએ આક્રંદ કરતા જોવા મળ્યાં હતા.