Mon Sep 07 2026

Logo

મંગળવારે ભારતીય શેરબજારમાં વેચવાલી, નિફ્ટી 23,300ની નીચે, સેન્સેક્સમાં 300થી વધુ પોઇન્ટનો ઘટાડો

2026-06-02 09:55:00
Author: Mumbai Samachar Team
મંગળવારે ભારતીય શેરબજારમાં વેચવાલી, નિફ્ટી 23,300ની નીચે, સેન્સેક્સમાં 300થી વધુ પોઇન્ટનો ઘટાડો

અમદાવાદઃ સપ્તાહના બીજા સેશનમાં મંગળવારે ભારતીય શેર માર્કેટમા વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. નિફ્ટી 23,300ની નીચે સરકી ગયો છે. તો સેન્સેક્સમાં 300થી પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ સોમવારના બંધ 74,267.34ના લેવલથી 322.14 પોઇન્ટ ઘટી 73,945.20ની સપાટીએ ખુલ્યો છે. તો નિફ્ટી સોમવારે 23,382.60ની સપાટીએ બંધ થયો હતો. મંગળવારે નિફ્ટી 153.45 પોઇન્ટ ઘટી 23,229.15ની સપાટીએ ખુલ્યો છે.

માર્કેટને નીચે લઇ જનારા શેરો

મંગળવારે નિફ્ટી લૂઝર્સની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ, મેક્સ હેલ્થકેર, એનટીપીસી, પાવરગ્રિડ કોર્પોરેશન, બજાજ ફિન સર્વ, ફોર્સ મોટર્સ, વોખાર્ટ, નુવોકો વિસ્તાસ, એસએચપીસીના શેરમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું. 

માર્કેટમાં વધનારા શેરો

નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ શેરો પર નજર કરીએ તો માર્કેટમાં વેચવાલી વચ્ચે આઇટી સેક્ટરમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો છે. ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજીસ, એશિયન પેઇન્ટ્સમાં લેવાલી જોવા મળી. 

એશિયન બજારોના હાલ

એશિયન બજારો પર નજર કરીએ તો નિક્કેઇમાં દોઢ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત તાઇવાન, કોસ્પી, શાંઘાઇમાં પણ રેડ ઝોનમાં કારોબાર જોવા મળ્યો. બીજી તરફ સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટમાં લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો.