Wed Sep 09 2026

Logo

સેન્સેક્સ-નિફ્ટીનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી 23,900ની નીચે, કોલ ઇન્ડિયા, HDFC બેંકમાં ઘટાડો

2026-05-27 10:04:00
Author: Mumbai Samachar Team
સેન્સેક્સ-નિફ્ટીનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી 23,900ની નીચે, કોલ ઇન્ડિયા, HDFC બેંકમાં ઘટાડો

બકરી ઇદીની રજા પહેલાં બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં સપાટ કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી મંગળવારે 23,913.70ની સપાટીએ બંધ રહ્યો છે. બુધવારે નિફ્ટી 23,880.35ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટીમાં 33.35ના ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો મંગળવારે સેન્સેક્સ 76,009.70ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે સેન્સેક્સ 69.84 પોઇન્ટના ઘટાડા સાથે 75,939.86ની સપાટીએ ખુલ્યો હતો.. 

વધનારા-ઘટનારા શેરો

માર્કેટમાં ટોપ ગેઇનર્સ શેરો પર નજર કરીએ તો જે.કે.ટાયર્સ, ઉષા માર્ટીન, એઆઇએ એન્જિનિયરીંગ, હિન્દાલ્કો, એન્જિનિયર્ય ઇન્ડિયા, સિમેન્સ એનર્જી, થર્મેક્સ, hfcl, અદાણી એનર્જી, અદાણી ટોટલ ગેસ વેદાન્તાના શેરમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો. બીજી તરફ ઘટનારા શેરો પર નજર કરીએ તો ટેક્નો ઇલેક્ટ્રિક, કોલ ઇન્ડિયા, ગુજરાત ફ્લોરો, સુમિટોમો, ફર્સ્ટસોસ્સ સોલ્યુશન્સ, ઓએનજીસી, આઇટીસી, એચડીએફસી બેંક, અજન્ટા ફાર્માના શેરમાં ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો.

ગ્લોબલ માર્કેટ્સ

એશિયન બજારો પર નજર કરીએ તો એશિયન બજારો મિશ્ર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા. સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટ શરુઆતી કારોબારમાં રેડ ઝોનમાં જોવા મળ્યો. બીજી તરફ નિક્કેઇ, તાઇવાન, કોસ્પીમાં બાઇંગ મૂડ દેખાયો.