Wed Sep 16 2026

Logo

કરોડોના ડ્રગ રેકેટ પેડલર્સ 10 દિવસના રિમાન્ડ પર, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા

2026-05-29 10:51:00
Author: Mumbai Samachar Team
કરોડોના ડ્રગ રેકેટ પેડલર્સ 10 દિવસના રિમાન્ડ પર, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા

ભુજઃ મુંદરા દરિયાકાંઠેથી તાજેતરમાં રુ. 1150 કરોડની કિંમતનો કોકેઈનનો જથ્થો ઝડપવાના હાઈપ્રોફાઈલ કેસમાં પકડાયેલા બે આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સને મુંદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર અદાલતે બંને આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી આ કરોડોના ડ્રગ રેકેટના નેટવર્ક અંગે અનેક ગુજરાત એટીએસ , ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજીની ટુકડીઓએ દરિયામાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરીને એક જહાજમાંથી 118.977 કિલોગ્રામ વજન ધરાવતા કોકેઈનના 115 પેકેટો કબજે કર્યા હતા. 

મોટા ખુલાસા થવાની શક્યતા
પોલીસ તપાસમાંથી બહાર આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતો આ માદક પદાર્થનો જથ્થો દિલ્હીમાં રહેતા બે વિદેશી નાગરિકોને પહોંચાડવાનો હતો, જેના આધારે એટીએસે મૂળ યુગાન્ડાના બ્યારુહન્ગા જેમ્સ અને નાઈઝીરિયાના કેલ્વિન ચુકવુઆમાની ધરપકડ કરાઈ હતી. ગુજરાત એટીએસ દ્વારા બંને આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાતાં અદાલતે આગામી 10 દિવસ સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાંથી કોઈ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. સમગ્ર ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થાય અને કોઈ બીજી કડી ખુલી શકે છે. 

માફિયા સંડોવાયેલા હોવાની પ્રબળ આશંકા
આ જ જહાજમાંથી અગાઉ ઝડપાયેલા અન્ય એક આરોપી જુમા નાસીર ઉમરના સોમવાર સુધીના રિમાન્ડ અદાલતે પહેલા જ મંજૂર કરેલા છે. હવે આ તમામ આરોપીઓની સામસામે પૂછપરછ કરીને ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને ભારતમાં તેના સ્થાનિક જોડાણોમાં કોણ છે, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ પહેલા પકડાયેલા ડ્રગ કેસમાં પંજાબ ક્નેક્શન સામે આવ્યું હતું. ડ્રગની દાણચોરીમાં બીજા ક્યા માફિયા સંડોવાયેલા છે એ અંગે પોલીસ તપાસમાંથી કોઈ મોટા નામ સામે આવી શકે છે.
(ઉત્સવ વૈદ્ય)