Mon Oct 05 2026

Logo

થાણેમાં સિલિન્ડર ગળતરથી આગ લાગી: કોઈ જખમી નહીં

2026-05-02 21:23:31
Author: સપના દેસાઈ
થાણેમાં સિલિન્ડર ગળતરથી આગ લાગી: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે જિલ્લાના મુંબ્રામાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્િંડગના ચોથા માળના એક ફ્લેટમાં ગેસ સિલિન્ડરના નોજલ પાઈપમાં થયેલા ગળતરને કારણે આગ ફાટી નીકળી હતી.  સ્થાનિક નગરસેવકની સર્તકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સમયસર આગ નિયંત્રણમાં લાવવાને કારણે જાનહાનિ ટળી હતી.

મુંબ્રામાં અમૃન નગર, દર્ગા ગલીમાં મહારાજા કોર્નર નજીક એમ.કે. કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની એમ.કે. બિલ્િંડગ આવેલી છે. બિલ્ડિંગના ચોથા માળના ફ્લેટ નંબર ૪૦૮માં શનિવારે બપોરના ૨.૧૭ વાગ્યાની આસપાસ એચપી ગેસ સિલિન્ડરના નોજલ પાઈપમાંથી ગેસ ગળતર થઈને આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા અહીં આવી પહોંચેલા સ્થાનિક નગરસેવક અને પાલિકાના વિરોધપક્ષ નેતા અશરફ શાનુ પઠાણ બિલ્ડિંગની  મેઈન પાવર સપ્લાયને બંધ કરી દીધી હતી અને બિલ્િંડગના રહેવાસીઓને બહાર કાઢયા હતા. 

બિલ્ડિંગના રહેવાસીના જણાવ્યા મુજબ નગરસેવકે સમયસર પાવર સપ્લાય બંધ કરી દેતા આગ લાગ્યા બાદ શોર્ટ સર્કિટ થવાનું જોખમ ટળી ગયું હતું. એટલું  જ નહીં પણ તેમણે સમયસર રહેવાસીઓને પણ બિલ્ડિંગમાંથી બહાર કાઢયા હતા, તેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.ફાયરબ્રિગેડના કહેવા મુજબ ગેસ સિલિન્ડરની  પાઈપલાઈન ફાટવાથી  ગેસ ગળતર થઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અંદાજ છે.