મુંબઈઃ મહારાષ્ટ્ર એટીએસએ પ્રતિબંધિત આતંકી સંગઠન ISISના કથિત ઓનલાઈન પ્રટાર સાથે જોડાયેલા કેસમાં સોમવારે મોડી રાતે મુંબઈમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ સહિત અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યા અને ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી.
કુર્લા અને ગોવંડીમાં દરોડા
ગુપ્ત માહિતીના આધારે કુર્લા અને ગોવંડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈનપુટમાં કેટલાક વ્યક્તિઓને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કટ્ટરપંથી સામગ્રીનો પ્રસાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. એટીએસની ટીમે ત્રણેય સ્થળો પર એક સાથે કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્ર એટીએસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નહોતી તેથી ઈનપુટ મળતાં જ કાર્યવાહી કરી હતી.
ફોરેન્સિક તપાસમાં ખુલશે રહસ્યો
જપ્ત કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસ દ્વારા ઓનલાઈન ગતિવિધિ, સંચાર માધ્યમો અને સંભવિત ભરતી પ્રયાસ સાથે જોડાયેલા પુરાવા એકત્રિત કરવામાં આવશે. એટીએસનું માનવું છે કે ડિજિટલ ઉપકરણોની તપાસથી આ નેટવર્ક સાથે જોડાયેલી કડી સામે આવી શકે છે.
STORY | ATS conducts late-night raids in Mumbai over Pak terror links; 4 suspects questioned
— Press Trust of India (@PTI_News) March 3, 2026
In a late-night crackdown, the Maharashtra Anti-Terrorism Squad (ATS) raided four locations in the suburbs of Mumbai over suspected links to a Pakistan-based terror outfit, an official… pic.twitter.com/oyIb2lU1gU
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કાર્યવાહી કટ્ટરપંથી ગતિવિધિ અને ISIS સાથે જોડાયેલી પ્રચાર સામગ્રીના ઓનલાઈન પ્રસારની ચાલી રહેલી તપાસનો હિસ્સો છે. જોકે હજુ સુધી એટીએસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.