Sat May 16 2026

Logo

લગ્ન કે પાર્ટી માટે તૈયાર થતા પહેલાં નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની આ સલાહ વાંચી લેજો, નહીં તો પસ્તાશો!

2026-05-16 14:36:00
Author: Darshana Visaria
Article Image

ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટીઝના ફેવરિટ મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર (Mickey Contractor)એ અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી, બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટ જેવી દિગ્ગજ હસ્તીઓના લુક પાછળના કેટલાક ખાસ સિક્રેટ્સ અને મેકઅપ હેક્સ શેર કર્યા છે. ફ્લોલેસ અને નેચરલ લુક મેળવવા માટે આ ટિપ્સ દરેક મહિલા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ચાલો જોઈએ શું છે આ ખાસ ટિપ્સ... 

જાણીતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરે હાલમાં જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને તેમના ખુલાસાને કારણે અનેક મોટી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ બંધ થઈ જશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. લગ્નની સીઝનમાં અથવા પોતાની લગ્ન માટે તૈયાર થતી યુવતીઓને મિકી કોન્ટ્રાક્ટરે સોશિયલ મીડિયા પર ચાલતા અસ્થાયી મેકઅપ ટ્રેન્ડ્સને આંખ બંધ કરીને ફોલો નહીં કરવાની સલાહ આપી છે. લગ્નના ફોટા આખી જિંદગી યાદગીરી તરીકે રહેવાના છે. પરિણામે તમે જેટલો સિમ્પલ, ક્લાસિક અને નેચરલ લુક રાખશો, તેટલો જ તમારો ગ્લો વધારે ખીલશે. પોતાની પર્સનાલિટીને અનુરૂપ 'રિયલ' દેખાવું એ જ સાચી સુંદરતા છે.

મિકી કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિની સ્કીન સો ટકા પરફેક્ટ નથી હોતી. લોકો અવારનવાર ચહેરાના ડાઘ-ધબ્બા છુપાવવા માટે મેકઅપના થપેડા કરે છે, જે એકદમ ખોટું છે. વાત કરીએ નિયમની તો પિગમેન્ટેશનને ક્યારેય પણ 100 ટકા છુપાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને તેને માત્ર 60 ટકા સુધી જ કન્સિલ કરવું જોઈએ. 

તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે જો તમે તેને પૂરેપૂરું છુપાવવા ચહેરાના એક ભાગ પર મેકઅપના ત્રણ લેયર લગાવશો, તો આખા ચહેરાનો ટોન સરખો કરવા માટે બધે જ એટલો હેવી મેકઅપ કરવો પડશે, જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગશે.

ચહેરા પરના કાળા ડાઘ-ધબ્બા છુપાવવા માટે સૌથી પહેલાં યોગ્ય કલર કરેક્ટર વાપરવાની અને ત્યારબાદ કન્સિલર નો ઉપયોગ કરવાની તેમ જ નેચરલ લુક માટે આ બંનેને મિક્સ કરીને પણ લગાવવાની સલાહ પણ મિકી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી,. 

તમને ખ્યાલ હોય તો આજકાલ આલિયા ભટ્ટનો 'નો-મેકઅપ' અથવા 'નો-ફાઉન્ડેશન' લુક ઘણો ટ્રેન્ડમાં છે. મિકી કોન્ટ્રાક્ટરની ફિલોસોફી પણ આ જ છે. તેમનું એવું માનવું છે કે સ્કિનને ક્રીમ અને પ્રોડક્ટ્સના ભાર નીચે દબાવી દેવાને બદલે ખૂબ જ ઓછા પ્રોડક્ટની મદદથી તેની નેચરલ બ્યુટીને બહાર લાવવી જોઈએ. ફાઉન્ડેશનનો હેવી ઉપયોગ કરવાના બદલે સ્કીન ટોનને માત્ર ઈવન કરવો જ પૂરતો છે.