પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનવણી દમિયાન અવલોકન કર્યું કે જો કોઈ પરિણીત પુરુષ પુખ્ત વયની મહિલા સાથે સંમતિથી, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હોય તો તેની સામે ફોજદારી કેસ ન ચલાવી શકાય. શાહજહાંપુરના એક લિવ-ઇન કપલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિટ પીટીશનની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું.
સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે 'નૈતિકતા' અને કાયદાને અલગ રખવા પર ભાર મૂક્યો. કોર્ટે કહ્યું પ્રથમ દૃષ્ટિએ કોઈ ગુનો કરવામાં આવ્યો હોય તેવું લાગતું નથી. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે, સામાજિક અભિપ્રાય અથવા નૈતિકતાના આધારે જે તે વ્યક્તિએ શું કરવું એ નિર્ધારિત કરી શકાય નહીં.
કપલને સુરક્ષા આપવામાં આવી:
અલ્હાબાદ હાઈકોર્ટના જેજે મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની ડિવિઝન બેન્ચે ઉત્તર પ્રદેશ પોલીસને નિર્દેશ આપ્યો કે અરજદાર દંપતીની ધરપકડ કરવામાં ન આવે. કોર્ટે પોલીસને એ પણ ખાતરી કરવા કહ્યું કે મહિલા અરજદારના પરિવારના સભ્યો દ્વારા કપલને કોઈપણ નુકસાન પહોંચે.
કોર્ટે કહ્યું કે પરિવારના સભ્યો કપલના ઘરમાં પ્રવેશ નહીં કરી શકે, તેઓ કપલનો સીધો, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન અથવા થર્ડ પાર્ટી પક્ષ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ નહીં કરી શકે. કોર્ટે જણાવ્યું કે અરજદારોની સલામતી અને સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસ વડાની છે.
આ મામલાની વધુ સુનાવણી 8 એપ્રિલના રોજ કરવામાં આવશે.
શું છે મામલો?
આ રિટ પીટીશન લિવ-ઇનમાં રહેતા કપલ અનામિકા અને નેત્રપાલ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
8 જાન્યુઆરી, 2026 ના રોજ, અનામિકાની માતા કાંતિએ શાહજહાંપુરના જૈતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી કે નેત્રપાલ તેમની દીકરીને 'લલચાવી'ને ભગાડી ગયો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 87 હેઠળ દાખલ કર્યો.
18 વર્ષીય અનામિકા અને નેત્રપાલે આ કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો, કપલે કેસ રદ કરવાની માંગ કરી અને કોર્ટ પાસે રક્ષણની માંગ કરી.
હાઈકોર્ટમાં સુનવણી દરમિયાન સામે પક્ષે દલીલ કરવામાં આવી કે નેત્રપાલ પરિણીત પુરુષ છે અને તેથી, અન્ય સ્ત્રી સાથે સહવાસ કરવો એ ફોજદારી ગુનો બને છે.
સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું કે જો નેત્રપાલ અન્ય પુખ્ત વયની વ્યક્તિ સાથે સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, તેથી તેના પર કોઈ ફોજદારી ગુનો દાખલ ન કરી શકાય.