Fri Sep 04 2026

Logo

મમતા બેનર્જીની મોટી જાહેરાત, રાજીનામું નહિ આપે, અંતિમ શ્વાસ સુધી લડશે

2026-05-05 17:46:41
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીની મોટી જાહેરાત, રાજીનામું નહિ આપે, અંતિમ શ્વાસ સુધી લડશે

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ આકરા તેવર દેખાડ્યા  છે. સીએમ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. મત ગણતરીમાં ગેરરીતિનો આરોપ લગાવતા તેમણે જાહેરાત કરી કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી લડશે. 

206 બેઠકો મેળવવી એક મશીની ચમત્કાર  

આ અંગે મમતા બેનર્જીએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે તે તેમના પદ પરથી રાજીનામું નહીં આપે. ભાજપની 206 બેઠકો મેળવવી એક મશીની ચમત્કાર  અને બંધારણીય લૂંટ ગણાવી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ની પરિણામોમાં ભાજપે દ્વારા મળેલા સ્પષ્ટ બહુમતી બાદ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણની આશાઓને ભારે ફટકો પડ્યો છે.

VVPAT થી ચકાસણી ન થાય ત્યાં સુધી હું મારું રાજીનામું નહીં આપું.

આ પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જી અત્યંત લડાયક દેખાતા હતા. તેમણે કહ્યું, જે લોકોએ જાહેર જનાદેશને હાઇજેક કર્યો છે તેમની શરણાગતિ હું નહિ સ્વીકારું. તેમજ  ઘણા મતવિસ્તારોમાં અમારા ઉમેદવારોને બળજબરીથી હરાવવામાં આવ્યા હતા. તેમજ ઇવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હતી. જ્યાં સુધી દરેક મતની ગણતરી VVPAT થી ચકાસણી ન થાય ત્યાં સુધી હું મારું રાજીનામું નહીં આપું.

રાજ્યમા બંધારણીય સંકટના સંકેત

મમતા બેનર્જીનું આ નિવેદન રાજ્યમા બંધારણીય સંકટના સંકેત છે. સામાન્ય  રીતે લોકશાહી પરંપરાઓ અનુસાર ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી રાજ્યપાલને રાજીનામું સોંપે છે.