Tue Sep 15 2026

Logo

ગુજરાતમાં ત્રણ IAS અધિકારીની બદલી કરાઈ, આ ત્રણ જિલ્લાને મળ્યાં નવા કલેક્ટર...

2026-03-25 22:31:35
Author: Vimal Prajapati
ગુજરાતમાં ત્રણ IAS અધિકારીની બદલી કરાઈ, આ ત્રણ જિલ્લાને મળ્યાં નવા કલેક્ટર...

ગાંધીનગરઃ ગુજરાતમાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે. તેવામાં બીજા ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર મળ્યાં છે. રાજ્યના ત્રણ મહત્વના જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક સાથે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ વહીવહી ફેરફાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ચાલો વિગતો જાણીએ કયા ત્રણ જિલ્લાને નવા કલેક્ટર બન્યાં છે. 

અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી, IAS પીબી પંડ્યા (SCS:GJ:2013)ની બદલી કરવામાં આવી અને હવે તેમને જામનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે IAS  કેબી ઠક્કર ભારતીય વહીવટી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં હોવાથી તેમના સાથે IAS પીબી પંડ્યાને મુકવામાં આવ્યાં છે. 

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર  IAS જીએચ સોલંકી (SCS:GJ:2014) બદલી કરવામાં આવી છે. તેમને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં  IAS કે. એસ. યાજ્ઞિકને તે પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ પહેલા IAS કે. એસ. યાજ્ઞિકે આ પદનો વધારાનો હવાલો આપવામાં આવેલો હતો. એટલે કે હવે નડિયાદને નવા કલેકેટર તરીકે IAS જીએચ સોલંકી મળ્યાં છે. 

ત્રીજી બદલીની વાત કરવામાં આવે તો, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર IAS રવિન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલેની બદલી કરવામાં આવી છે અને તેમને ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા IAS જેએન વાઘેલા આ પદનો વધારાનો હવાલો સંભાળી રહ્યાં હતા, તેમને મુક્ત કરી દેવામાં આવ્યાં છે.