Wed Jun 10 2026

Logo

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના હેલીકોપ્ટરે ઉડતા જ સંતુલન ગુમાવ્યું, મોટી દુર્ઘટના ટળી...

2026-02-15 16:35:10
Author: Chandrakant Kanoja
Article Image

ખંડવા : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ખંડવા પ્રવાસ દરમિયાન તેમના હેલીકોપ્ટરે ઉડતા જ સંતુલન ગુમાવ્યું હતું   જેના લીધે સીએમ સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે, થોડી જ મિનીટમાં હેલીકોપ્ટરે સંતુલન પુન મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટના બાદ ત્યાં રહેલા લોકો ગભરાટ ફેલાયો હતો.  મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે.

હેલિપેડ પર વૉટરીંગ ન કરાતા ઘટના સર્જાઇ હોવાનું અનુમાન 

આ ઉપરાંત હેલિપેડમાંથી ઉડતી ધૂળે  જાહેર બાંધકામ વિભાગની બેદરકારી પ્રકાશિત કરી હતી. તેમજ માનવામાં આવી રહ્યું છે કે , જાહેર બાંધકામ વિભાગે  ધૂળ ઉડતી અટકાવવા માટે હેલિપેડ પર વૉટરીંગ કર્યું ન હતું. જોકે, મુખ્યમંત્રીનું  હેલીકોપ્ટર  ઉડાન ભરતાની સાથે જ  થોડીવારમાં જ ધૂળ ઉડવા લાગી હતી અને તેને  સંતુલન ગુમાવ્યુ હતું.  આ મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક ગણી શકાય. જોકે, પાયલોટે તરત જ  હેલિકોપ્ટરને નિયંત્રણમાં લીધું હતું. 

સીએમની ખંડવાથી ભોપાલ સુધીની યાત્રા સંપૂર્ણપણે સલામત રહી

આ દરમિયાન  મુખ્યમંત્રી  મોહન યાદવની ખંડવાથી ભોપાલ સુધીની યાત્રા સંપૂર્ણપણે સલામત રહી. આ ઘટના બાદ  વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે પંઢણામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ  1 કરોડ પચીસ લાખ લાડલી બહેનોના ખાતામાં  રૂપિયા 1,800 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. અત્યાર સુધીમાં  આ યોજના હેઠળ લાડલી બહેનોને  રૂપિયા 52,304 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.