Sat Sep 05 2026

Logo

લખનઉ આગમાં બચેલા વિદ્યાર્થીઓએ આપવીતી વર્ણવી, જીવ બચાવવા બાથરૂમમાં છુપાયા

2026-06-22 19:44:07
Author: Chandrakant Kanoja
લખનઉ આગમાં બચેલા વિદ્યાર્થીઓએ આપવીતી વર્ણવી, જીવ બચાવવા બાથરૂમમાં છુપાયા

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉના અલીગંજ વિસ્તારમાં બિલ્ડિંગના એનિમેશન ટ્રેનિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. તેમજ તેના લીધે મૃતક વિદ્યાર્થીઓના પરિવાર શોકમાં ગરકાવ થયા છે. આ આગમાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓની આંખોમાં ભય સ્પષ્ટ રીતે  જોવા મળી રહ્યો છે.

તમામ વિદ્યાર્થીઓ જુદી જુદી દિશામાં દોડી રહ્યા હતા

આ ઘટનામાંથી બચેલા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે  અચાનક ક્લાસ રૂમમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો. તેમજ  શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતા. તેથી તમામ વિદ્યાર્થીઓ  જુદી જુદી દિશામાં દોડી રહ્યા હતા. જ્યારે  કેટલાક વિદ્યાર્થીઓ બાથરૂમ તરફ દોડી ગયા હતા. જ્યારે ઘણા બધા બારીઓ અને સીડીઓ તરફ દોડી ગયા. જ્યારે કેટલાક 
વિદ્યાર્થીઓ કેબલના માધ્યમથી નીચે પણ ઉતર્યા હતા. 

થોડી જ મિનિટોમાં આખી બિલ્ડિંગ ધુમાડાથી ભરાઈ ગઈ

તેમજ આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની થોડી જ મિનિટોમાં આખી બિલ્ડિંગ  ધુમાડાથી ભરાઈ ગઈ હતી. તેમજ  અંદર રહેલા વિદ્યાર્થીઓની  ચીસો સંભળાતી હતી. જયારે  ઘણા વિદ્યાર્થીઓ બહાર નીકળવાનો રસ્તો શોધી શક્યા ન હતા.

લોકોની આંખો ભીની થઇ

આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે લોકોની આંખો ભીની થઇ હતી. જેમાં ઘણા વિદ્યાર્થીઓને ઘાયલ હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ પોતાના જીવ જોખમમાં મૂકીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ બાજુની ઇમારતની છત પરથી કોચિંગ સેન્ટરની દિવાલ તોડીને અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.