Sat Apr 18 2026

Logo

LPG સંકટ વચ્ચે ઈન્ડક્શન કૂકરની બોલબાલા રાતોરાત વધી, વેચાણમાં સીધો 30 ટકાનો વધારો...

2026-03-11 22:01:59
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ ઈરાન ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઊભી થઈ છે. ઘણાય રાજ્યમાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર સરકારે બ્રેક લગાવી દીધી છે. પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે, હોટેલ, ધાબા કે રેસ્ટોરાં વાળા, જેની પાસે રસોઈ કરવા માટે પૂરતી જગ્યા છે ત્યાં લાકડા અને છાણાં પર રસોઈ થઈ રહી છે.મિડલ ઈસ્ટમા ચાલી રહેલી લડાઈ અને LPG ગેસને લઈને ચિંતા વધી રહી છે. આની એક અસર ભારતીય રેસ્ટોરાં-ફૂડ ચેઈન અને કિચન પર દેખાઈ રહી છે. 

ગેસનો વિકલ્પ મળી રહ્યો
અનેક એવા મહાનગરમાં લોકો હવે ગેસનો વિકલ્પ શોધી રહ્યા છે. આ જ કારણે છેલ્લા કેટલાક ઈન્ડક્શન ઉત્પાદકોને ત્યાં તેજીનો માહોલ છે. માત્ર ઈન્ડક્શન જ નહીં અન્ય ઈલેક્ટ્રિક ઉત્પાદનોની માંગ માર્કેટમાં રાતોરાત વધી ગઈ છે. હકીકત એ પણ છે કે, અનેક શહેરમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી થઈ રહી છે. સિલિન્ડરના નક્કી થયેલા ભાવ કરતા વધારે ભાવ વસુલવામાં આવી રહ્યા છે. રીટેઈલ શૉપ અને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર આની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. રીટેઈલ માર્કેટમાં ઈન્ડક્શનનું વેચાણ એકાએક વધી રહ્યું છે. બીજી તરફ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓર્ડર વધી જતા સ્ટોક ખાલી થઈ ચૂક્યો છે. 

30 ગણું વેચાણ વધ્યું
દેશની જાણીતી અને મોટી ઈલેક્ટ્રોનિક્સ ચેઈને આ વાતની પુષ્ટી કરી છે. ઘણી કંપનીઓનું એવું પણ કહેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણની માગમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે ઓનલાઈન શોપિંગ સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડક્શન કુકટોપના વેચાણમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસો કરતા ઈન્ડક્શનના વેચાણમાં 30 ગણો વધારો થયો છે.માત્ર ઈન્ડક્શન જ નહીં અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણની માગમાં પણ વધારો થઈ રહ્યો છે. રાઈસ કુકર, ટી મેકર્સની માગમાં 4 ગણો વધારો થયો છે. એર ફ્રાયર અને અન્ય કિચનવેરની વસ્તુઓનું વેચાણ એકાએક વધી ગયું છે.દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ અને ચેન્નઈ જેવા શહેરોમાં ક્વિક ડિલેવરી કરતા પ્લેટફોર્મ પાસે પણ ઈન્ડક્શનની કમી છે. 

નિષ્ણાંતોનો મત
આ વિષય પર વાત કરતા એક કંપનીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે, ઈલેક્ટ્રિક કિચનવેરમાં એકાએક ડિમાન્ડ વધી અને વેચાણ પણ વધ્યું છે. સામાન્ય દિવસો કરતા અત્યારે વેચાણ વધવા પાછળનુ કારણ ગેસની કટોકટી છે. નાના કામમાં ઈન્ડક્શન પર કામ ચાલી જાય છે. નાના રેસ્ટોરામાં આનાથી અત્યારે કામ ચાલું થયું છે તેથી રેસ્ટોરાં કે હોટેલની બધી વાનગી પીરસવી એક સમયે શક્ય થતું નથી. રસપ્રદ વાત એ છે કે, ગ્રાહકો હવે એકથી વધારે ઈલેક્ટ્રેનિકસ કિચનવેર ખરીદી રહ્યા છે, જેમાં ઈન્ડક્શન પહેલાક્રમે છે. અન્ય એક માર્કેટ નિષ્ણાંતનું એવું કહેવું છે કે, હવે ઓનલાઈનની સાથે રીટેઈલ માર્કેટમાં આનું બુકિંગ બોલી રહ્યું છે. લઈ આવવા કે લઈ જવામાં સરળ અને ઈલેક્ટ્રોનિક્સથી ચાલતા હોવાને કારણે હવે આ દરેકને પરવડી રહ્યું છે. ઓનલાઈન સ્ટોર પર બુકિંગની સાથે અવેલેબલ સ્ટોક પર નોટિફિકેશન સેટ થઈ ગયા છે.