નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં ભરતીને લઈને કેન્દ્ર સરકારે લોકસભામાં મોટી વાત કરી છે. લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે, સરકાર કેન્દ્ર અંતર્ગત આવતી સિવિલ પોસ્ટ અને સેવામાં સીધી ભરતી માટે OBC માટે 27 ટકા અનામત આપશે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી બી. એલ. વર્માએ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, અનામત પોલીસીને આરક્ષણ નીતિ કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.
લેખિતમાં આપ્યો જવાબ
મંત્રીએ લેખિતમાં જવાબ આપતા કહ્યું હતું કે, સરકાર પાસે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના 8.9.1993ના ઓફિસ મેમોરેન્ડમ અને સમયાંતરે જાહેર કરેલા બીજા નિર્દેશની મહત્ત્વની પોલીસી છે, જે અંતર્ગત સરકાર સિવિલ પોસ્ટ અને સેવામાં સીધી ભરતીમાં ઓબીસી માટે 27 ટકા અનામત છે.
મંત્રાલય PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM-YASASVI) નામની અમ્બ્રેલા યોજનાના અંતર્ગત OBC સમુદાયના કલ્યાણ માટે પગલાં લઈ રહ્યું છે. પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ, શાળા અને કોલેજોમાં ટોપ ક્લાસ શિક્ષણ, તેમ જ OBC છોકરા અને છોકરીઓ માટે હોસ્ટેલ નિર્માણ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ એમાં થાય છે.
વિદેશમાં અભ્યાસ માટે સરકારની સહાય
મંત્રીએ જણાવ્યું કે આ ઉપરાંત Young Achievers માટે Higher Education Scholarship Scheme (SHREYAS-OBC) પણ કાર્યરત છે. તેમાં OBC માટે National Fellowship અને OBC તેમજ આર્થિક રીતે પછાત વર્ગો (EBC) માટે વિદેશમાં અભ્યાસ કરવા માટે Education Loan પર Interest Subsidy માટેની Dr. Ambedkar Central Sector Schemeનો સમાવેશ થાય છે.
OBCના કલ્યાણ માટે ચાલતી યોજનાઓની સમયાંતરે બધા સ્ટેકહોલ્ડર્સ તેમજ સંબંધિત મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા કરીને સમીક્ષા કરવામાં આવે છે. ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જવાબ આપતા કહ્યું કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર અનુસુચિત જનજાતિની કુલ સંખ્યા 10,45,45,716 છે.