Wed Jun 10 2026

Logo

કાસ્ટિંગ કાઉચ અંગે 'જોધા અકબર' ફેમ લવીના ટંડનનો ચોંકાવનારો દાવો: 'કોમ્પ્રોમાઈઝ' માટે મળી હતી મોટી ઓફર

2026-06-10 16:40:20
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ સપનાની નગરી મુંબઈમાં સમયાંતરે અનેક યુવાનો ફિલ્મી દુનિયામાં કે ટીવીની દુનિયામાં પોતાનું સપનું સાકાર કરવા માટે આવે છે. આ યુવાનોમાં જૂજ યુવાનોને તક મળે છે અને એમાંથી પછી યુવાનોને ટીવી સ્ક્રિન કે સિનેસ્ક્રિન સુધી ચમકવાનો મોકો મળતો હોય છે. ખાસ કરીને યુવતીઓ જ્યારે આવું સ્વપ્ન સેવે છે ત્યારે એને કેવી અને કેટલી ઓફર્સ કરવામાં આવે છે? એનો ખુલાસોએ એક જાણતી એક્ટ્રેસે જ કરી દીધો છે. આ પહેલા 'યે જવાની હૈ દિવાની' ફેમ એક્ટ્રેસ કલ્કીએ પોતાને ફિલ્મી દુનિયામાંથી મળનારી ઓફર અંગે વાત કરી હતી. હવે જાણીતા ટીવી શો જોધા અકબરમાં રુકૈયા બેગમનું પાત્ર  કરનારી એક્ટ્રેસ લવીના ટંડનએ 'કોમ્પ્રોમાઈઝ' કરવા બદલ કેટલી રકમ મળતી હતી એનો ઘટસ્ફોટ કર્યો છે. 

બે વાર મેકર્સની માગ ફગાવી
ટીવી શૉ 'જોધા અકબર'માં જોવા મળેલી અને રૂકૈયા બેગમનો રોલ પ્લે કરનારી લવીના ટંડને હવે સ્ક્રિનથી ખાસ્સું એવું અંતર બનાવી લીધું છે. એટલું જ નહીં ફિલ્મોમાંથી પણ ઓફર મળતી પણ ફિલ્મોની ઓફર પર ફગાવી દીધી છે. પરિણામે હવે તે ટીવી કે સિનેમા બન્નેની સ્ક્રિનથી ખૂબ જ દૂર છે. લવીનાએ વાત કરતા કહ્યું હતું કે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ ચાલે છે. હું પણ બેવાર આનો ભોગ બની ચૂકી હતી.ઘણીવાર સ્ક્રિન પર આવવા માટે યુવતીઓ ઘણા 'કોમ્પ્રોમાઈઝ' કરતી હોય છે એવામાં જ્યારે મોટી ઓફર્સની વાત આવે ત્યારે અનેક મુદ્દાઓ પર યુવતીઓ વિચાર કરતી હોય છે. પણ મેં બે-બે વાર મેકર્સની કેટલીક ખોટી ડિમાન્ડને ફગાવી દીધી છે. મેં મારા સિદ્ધાંતોના આધારે જ કામ કરવાનો નિર્ણય કર્યો છે. મને બે-બે વાર 'કોમ્પ્રોમાઈઝ' માટે એપ્રોચ કરાયો હતો. 

બજેટ વધારી દીધું
આવા એપ્રોચ કરવામાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર બન્નેનો સમાવેશ થાય છે. એકવાર સાઉથના એક ફિલ્મ ડાયરેક્ટરે મને કહ્યું કે, 10થી 15 દિવસનું જ કામ છે. જ્યારે મે પૈસાની વાત કરી ત્યારે 5 લાખ થશે એવું કહ્યું. પછી તે બોલ્યો કે 'કોમ્પ્રોમાઈઝ' કરવા તૈયાર હોવ તો 7 લાખનું બજેટ થઈ જશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મેં રિપ્લાય આપ્યો કે, હું તમારી ઈમાનદારીની કદર કરૂ છું પણ હું આવી વસ્તુમાં પડતી નથી અને આવું કંઈ કામ હું કરતી નથી. જો તમારી પાસે કોઈ સ્વચ્છ અને સ્પષ્ટ કામ હોય તો મને કોલ કરજો અન્યથા હવે પછી મને કોલ પણ ન કરશો. તાજેતરમાં જ લવીનાને સાઉથના ડાયરેક્ટર સિવાય અન્ય કોઈ વ્યક્તિએ પણ અપ્રોચ કર્યો હતો. 

દરેક ઈન્ડસ્ટ્રીમાં આવું થાય છે
પણ એક્ટ્રેસે સ્પષ્ટ ના પાડી દીધી હતી. લવીનાએ આગળ વાત કરતા કહ્યું કે, બોલિવૂડની દુનિયા ગ્લેમરની દુનિયા છે, ગ્લેમર ઈન્ડસ્ટ્રી છે તો કંઈ પણ કરી લઈશું,આ ઈન્ડસ્ટ્રીમાં અમે ઘણા લોકો સાથે કામ કરીએ છીએ.અમારા પણ રોમેન્ટિક સીન હોય છે. ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ થાય છે. આ વસ્તુ દરેક ઈન્ડસ્ટ્રીમાં થાય છે. પણ મનોરંજન ઈન્ડસ્ટ્રીને લઈને જે વસ્તુઓ આજે સામે આવી રહી છે એ યોગ્ય નથી. 
આ પહેલા પણ ઘણી એવી એક્ટ્રેસે બોલિવૂડમાં ચાલતા કાસ્ટિંગ કાઉચને લઈને દિલ ખોલીને વાત કરી હતી. હકીકત એ પણ છે કે, આવી એક્ટ્રેસ એકવાર સ્ક્રિન પર આવ્યા બાદ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. કામ આપવાનું ઈન્ડસ્ટ્રીવાળાએ બંધ કરી દીધું છે.