Wed Sep 16 2026

Logo

કિરેન રિજિજુના વિપક્ષ પર પ્રહાર, કહ્યું અમિત શાહ જવાબ આપશે ત્યારે સાંભળી નહિ શકો

2026-08-07 19:39:04
Author: Chandrakant Kanoja
કિરેન રિજિજુના વિપક્ષ પર પ્રહાર, કહ્યું અમિત શાહ જવાબ આપશે ત્યારે સાંભળી નહિ શકો

નવી દિલ્હી : સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરી મુદ્દે વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યો છે. જેમાં સંસદમાં વિપક્ષના હોબાળા બાદ આજે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષને જણાવ્યું હતું કે જે દિવસે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં જવાબ આપશે તે દિવસે તેઓ સાંભળી નહીં શકે.  

વિપક્ષ નક્કી નહિ કરે કે  કયા મંત્રી હાજર થાય 

આ ઉપરાંત વિપક્ષ રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા પર ચર્ચા ઇચ્છે છે અને સંસદમાં ગૃહમંત્રી પાસેથી નિવેદનની માંગ કરી રહ્યું છે. આ  દરમિયાન કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટપણે કહ્યું છે કે ચોક્કસ મંત્રાલય માટે જવાબદાર મંત્રી તે છે જે ગૃહમાં જવાબ આપે છે. તેમજ વિપક્ષ નક્કી નહિ કરે કે  કયા મંત્રી હાજર થાય છે. 

સૂત્રોચ્ચાર અને હંગામો કરવો એ વિપક્ષની આદત બની 

કિરેન રિજિજુએ કહ્યું કે, સૂત્રોચ્ચાર અને હંગામો કરવો એ વિપક્ષની આદત બની ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહના નામના માત્ર ઉલ્લેખથી જ ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ પણ ધ્રૂજી જાય છે. જે દિવસે ગૃહમંત્રી ગૃહમાં પોતાનું નિવેદન આપશે તે દિવસે વિપક્ષની મુશ્કેલીઓ વધી જશે. તમે તેમના જવાબનો સામનો નહીં કરી શકો.