પટનાઃ બિહારના પટનામાં આવેલા ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ગત રાત્રે ફાયરિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાન સર પોતાની શિક્ષણ કળાના કારણે ભારતભરમાં પ્રખ્યાત છે, તેમને ત્યાં હજારો બાળકો ભણવા માટે આવે છે. અત્યારે તેમના કોચિંગ સેન્ટર બહાર હુમલો થયો છે. મહત્વની વાત એ છે કે, આ ફાયરિંગ અંગે ખૂદ કોચિંગા સેન્ટરના માલિક ખાન સરે આવી છે. આ કેસમાં પોલીસનું પણ સત્તાવાર નિવેદન આવી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, પટના પોલીસના કહ્યાં પ્રમાણે ખાન સરના કોચિંગ સેન્ટર બહાર કોઈ ફાયરિંગની ઘટના બની જ નથી! તો પછી આ ચર્ચા શા માટે થઈ રહી છે? ચાલો જાણીએ...
કોચિંગ સેન્ટર પર ફાયરિક થયું કે પથ્થર મારો?
પટના પોલીસના જણાવ્યાં પ્રમાણે મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ કરમકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સેન્ટર પર કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો હતો, તેના કેટલાક પુરાવા મળ્યાં છે. પરંતુ ફાયરિંગ થયાના કોઈ પુવાર મળ્યાં નથી. રાત્રે સૂચના મળતાની સાથે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ તપાસ કરી અને સીસીટીવી કેમેરા ચેક કર્યાં ત્યારે એવું જાણવા મળ્યું કે, પટનામાં આવેલ જ્ઞાન બિંદુ કોચિંગ સંસ્થાન સાથે જોડાયેલા કેટલાક 15થી 20 લોકોએ ખાન સરના કોચિંગ સેન્ટર પર પથ્થર માર્યો કર્યો અને તોડ ફોડ કરી હતી.
સીસીટીવી ફૂટેજ પ્રમાણે ખાન સરના કોચિંગ સેન્ટર પર કોઈ પણ પ્રકારનું ફાયરિંગ થયું નથી. પહેલા એવો આરોપ હતો કે, રાત્રે 10 વાગ્યાની આસપાસ કોચિંગ સેન્ટરની આસપાસ આસરે 10થી 12 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પથ્થર મારો અને તોડફોડ કરી તેમની શોધ માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના કહ્યાં પ્રમાણે આ ઘટનામાં સામેલ આરોપીઓને ઝડપથી ઝડપી લેવામાં આવશે.
શું છે આ સમગ્ર મામલો?
પ્રાથમિક તપાસ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, આ બે કોચિંગ સેન્ટરો વચ્ચે વર્ચસ્વને લઈને લડાઈ ચાલી રહે છે, તેના કારણે આ ઘટના બની હશે! ખાન સરનું કહેવું છે કે, કેટલાક લોકો એવું ઈચ્છે છે કે, હું આટલી ઓછી ફીમાં બાળકોને ના ભણાવું! તેના માટે આ ફાયરિંગ થયું છે. એક કોચિંગ સેન્ટર વાળાએ તેમને ધમકી પણ આપી હોવાનું ખાન સરે મીડિયાને જણાવ્યું હતું. આ ધમકી મળી હતી તેના પછી જ ફાયરિંગની ઘટના બની હોવાના કારણે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરે તેવી માંગણી કરવામાં આવી છે.