કોચીઃ કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફનો વિજય થયો છે.આ પરિણામો બાદ,કેરળના તિરુવનંતપુરમ સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભવ્ય વિજય ઉજવણી કરવામાં આવી હતી.આ દરમિયાન,એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ એક નવી ચર્ચા જગાવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં, બિંદુ કૃષ્ણાએ કોલ્લમ મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તે પણ ઉજવણી વચ્ચે પાર્ટી કાર્યાલય પહોંચી હતી, જ્યાં તેમના જ પક્ષના એક નેતાના કૃત્યોથી તેમને અસ્વસ્થતા અનુભવાઈ હતી. આ નેતાએ એમને જાહેરમાં હગ કરવા માટે પ્રયાસ કર્યા હતા.
અભિવાદન કરવા પહોંચ્યા હતા MLA
સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં 71 વર્ષીય કોંગ્રેસ નેતા ચેરિયન ફિલિપ કોલ્લમના ધારાસભ્ય બિંદુ કૃષ્ણાને બળજબરીથી ભેટતા જોવા મળે છે. આ ઘટના દરમિયાન મહિલા ધારાસભ્ય દેખીતી રીતે અસ્વસ્થ દેખાઈ રહી હતી. આ ઘટનાના પગલે, લોકો ચેરિયન ફિલિપના વર્તન અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.તિરુવનંતપુરમમાં કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલયના પરિસરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચેરિયન ફિલિપે તેમની મહિલા સાથીદાર બિંદુ કૃષ્ણાને બળજબરીથી હગ કરવા પ્રયાસ કર્યો હતો.વિજય બાદ પાર્ટી મુખ્યાલયમાં કૃષ્ણાનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી, સ્થાનિક મીડિયા અને પરિસરમાં હાજર અન્ય વ્યક્તિઓ સ્વાગતમાં જોડાયા હતા.
कांग्रेस नेता की शर्मनाक हरकत. महिला एमएलए को जबरदस्ती गले लगाने की कोशिश की. वीडियो केरलम का बताया जा रहा है. pic.twitter.com/riRFn8BJFj
— Abhinav Tripathi🇮🇳 (@abhinavthink) May 7, 2026
ભેટવાનો પ્રયાસ કર્યો
આ સમય દરમિયાન,કૃષ્ણા હાથ જોડીને ભીડનું સ્વાગત કરતી જોવા મળી હતી. તે જ સમયે,ચેરિયન ફિલિપ પર એમની નજર ગઈ,હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો. ફિલિપે આ હાવભાવને અવગણ્યો, આગળ વધ્યો અને તેને ભેટી પડ્યો હતો.આ વાતચીત દરમિયાન કૃષ્ણા દેખીતી રીતે અસ્વસ્થ દેખાતા હતા. ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કૃષ્ણા તરત જ ફિલિપને દૂર ધકેલી રહ્યા છે. પછી તે આગળ વધવા લાગી, હાજર અન્ય લોકોનું સ્વાગત કરવાનું ચાલુ રાખ્યું.સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા આ વીડિયોને લઈ ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે કહ્યું હતું કે, રાજ્યમાં ધારાસભ્યો પણ સુરક્ષિત નથી