ભારત સામે પાકિસ્તાન સાતમાંથી એક જ મૅચ જીત્યું છે: સ્મૃતિ હવે મિતાલીનો વધુ એક રેકૉર્ડ તોડી શકે
દુબઈઃ આજે અહીં મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો (રાત્રે 8:00 વાગ્યાથી) છે અને એમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Mandhana)ને ગુરુવારે સિલસિલાબંધ વિક્રમો તોડ્યા બાદ હવે આજે ભારતની બૅટિંગ-લેજન્ડ મિતાલી રાજનો વધુ એક રેકૉર્ડ તોડવાની તક છે.
એશિયા કપના ટી-20 ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટરો વચ્ચે સાત મૅચ રમાઈ છે જેમાં પાકિસ્તાન ફક્ત એક વખત જીતવામાં સફળ થયું છે. આ વર્ષે ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ વખતે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાની ના પાડીને પાકિસ્તાનનું નાક કાપ્યું હતું.

સ્મૃતિને મિતાલીનો કયો રેકૉર્ડ તોડવાની તક?
સ્મૃતિએ ગુરુવારે દુબઈમાં હૉન્ગ કૉન્ગ સામેની મૅચમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીનો મેગ લેનિંગ તથા લૉરા વૉલ્વાર્ટનો વિક્રમ અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રનનો મિતાલીનો વિક્રમ, એમ મહિલા ક્રિકેટમાં એક સાથે બે વિશ્વવિક્રમ તોડ્યા એ ઉપરાંત તેણે વધુ કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી. હવે સૌથી વધુ 18 આંતરરાષ્ટ્રીય સદી સ્મૃતિના નામે છે અને હાઈએસ્ટ 10,080 રન પણ સ્મૃતિના ખાતે લખાયેલા છે. હવે આજે સ્મૃતિ પાકિસ્તાન સામે વધુ એક ફિફ્ટી-પ્લસ સાથે મિતાલીનો વિશ્વ વિક્રમ તોડી શકશે.
Harmanpreet Kaur also refused to shake hands with the Pakistani captain at the toss. #INDWvPAKW
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 5, 2025
humiliating Pakistan yet again.
pic.twitter.com/0yV7PIfXI2
મિતાલીની આઠ સામે સ્મૃતિની 18 સેન્ચુરી
રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી મિતાલી રાજ 43 વર્ષની છે. તેણે 23 વર્ષની શાનદાર કારકિર્દી દરમ્યાન 93 વખત 50 કે 50 રનથી વધુના સ્કોર નોંધાવ્યા હતા. એમાં આઠ સેન્ચુરી પણ સામેલ હતી. મિતાલી હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. 30 વર્ષીય સ્મૃતિ મંધાના ઘણી વખત મિતાલી રાજની કેપ્ટન્સીમાં રમી હતી. સ્મૃતિએ પણ 93 વખત 50 કે 50થી વધુ રન કર્યા છે અને એમાં 18 સેન્ચુરી સામેલ છે. સ્મૃતિ હવે આજે કે હવે પછીની કોઈ મૅચમાં હાફ સેન્ચુરી પૂરી કરશે ત્યારે તેણે મિતાલી રાજનો હાઈએસ્ટ 93 ફિફ્ટી-પ્લસનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો કહેવાશે.
સ્મૃતિ હવે સિક્સરની સેન્ચુરીની નજીક
સ્મૃતિના નામે ટી-20માં હવે 95 છગ્ગા છે. તેણે ગુરુવારની 124 રનની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા ઉપરાંત સાત છગ્ગા ફટકાર્યા હતા અને હરમનપ્રીત કૌરનો 89 સિક્સરનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. એ સાથે, સ્મૃતિને હવે ટી-20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં 100 સિક્સર ફટકારનાર ચોથી બૅટર બનવા માત્ર પાંચ છગ્ગાની જરૂર છે જે આજે પાકિસ્તાન સામેના મુકાબલામાં તે હાંસલ કરી શકશે.
ભારતીય મહિલા ક્રિકેટરોમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ આઠ સિક્સર મારનાર હરમનપ્રીત કૌર પછી હવે સ્મૃતિ સાત છગ્ગા સાથે બીજા સ્થાને છે. સ્મૃતિએ ગુરુવારની મૅચમાં 64 બૉલમાં 124 રન બનાવ્યા હતા. એશિયા કપમાં આ હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. તેણે શ્રીલંકાની ચમારી અથાપથ્થુ (119)નો વિક્રમ તોડ્યો હતો.
ટી-20માં બે સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ પ્રથમ ભારતીય છે. તેણે હરમનપ્રીત કૌર (એક સદી)નો વિક્રમ તોડ્યો છે.