જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ આજે કટરામાં એક નવા બનેલા હેલિપેડનું ઉદ્ઘાટન કર્યું જેથી માતા વૈષ્ણો દેવી અને શિવ ખોરી મંદિરોમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવાઓને વધુ સારી બનાવી શકાય.
અધિકારીઓએ કહ્યું કે લગભગ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ સુવિધા કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને બંન્ને મંદિરોમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને મોટી રાહત આપશે. કટરાથી શિવ ખોરી વચ્ચે જલદી હેલિકોપ્ટર સેવા શરૂ થશે.
કટરા ખાતે હેલિપેડનું ઉદ્ઘાટન કર્યા પછી પત્રકારોને સંબોધતા સિંહાએ કહ્યું કે માતા વૈષ્ણો દેવી બોર્ડ અને શિવ ખોરી બોર્ડ બંને નાગરિક સત્તાવાળાઓએ સાથે મળીને આ સુવિધા વિકસાવી છે. તે ખૂબ જ આધુનિક હેલિપોર્ટ છે, જે મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અને સલામતી પર સંપૂર્ણ ભાર મૂકીને ડિઝાઇન કરવામાં આવ્યું છે."
એલજીએ કહ્યું કે હેલિપોર્ટનું નિર્માણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) ના ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. અહીંથી શિવ ખોરીની મુલાકાત લેતા ભક્તો દર્શન માટે હેલિકોપ્ટર દ્વારા પણ મુસાફરી કરી શકે છે. હેલિકોપ્ટર સેવાઓની માંગ વધી રહી હોવાથી ખાસ કરીને માતા વૈષ્ણો દેવી યાત્રાળુઓમાં અમે ડીજીસીએના ધોરણો અનુસાર આધુનિક અને અત્યંત સલામત હેલિપેડ બનાવવાનું નક્કી કર્યું હતું"