Thu May 28 2026

Logo

કર્ણાટકના નવા સીએમ ડીકે શિવકુમાર પાસે છે કરોડોની સંપત્તિ, જાણો નેટવર્થના આંકડા

2026-05-28 20:43:12
Author: Mumbai Samachar Team
Article Image

બેંગ્લુરૂઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે રહેલા સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધુ છે અને ડી કે શિવકુમાર નવા મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રી તરીકેનો ચહેરો બદલાતા કર્ણાટકની રાજનીતિને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ડી કે શિવકુમારની રાજકીય સફર તો દમદાર છે પણ એમના બેંક બેલેન્સના આંકડા પણ ચોંકાવનારા છે. ડી કે શિવકુમાર કર્ણાટકના સૌથી ધનવાન નેતા પૈકીના એક છે. એની નેટવર્થના આંકડા પણ ખૂબ મોટા છે. વર્ષ 2023માં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દાખલ કરેલી એફિડેવિટના રિપોર્ટ અનુસાર એમની પાસે કુલ 1400 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી છે. 

30 કરોડ રૂપિયાના ખેતર

ડી કે શિવકુમાર પાસે 244 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. હવે એમના પરિવારજનોના નામે થયેલી ડીલ કે સંપત્તિને જોડી દેવામાં આવે તો આંકડો 200 કરોડને પાર થઈ જાય છે. એમના પરિવારજનોના ખાતામાં કુલ 16 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા છે. રીયલ એસ્ટેટની વાત કરવામાં આવે તો 970 કરોડ રૂપિયાની એમની કુલ સંપત્તિ છે.

પરિવારજનોની સંપત્તિને જોડવામાં આવે તો 1140 કરોડ રૂપિયા થાય છે. માત્ર ડી કે અને એમની પત્નીના નામે 30 કરોડ રૂપિયાના ખેતર છે.દિલ્હીથી લઈને બેંગ્લુરૂ સુધી એમના પાસે અનેક જગ્યાએ મકાન છે. આ મકાનની કુલ કિંમત 84 કરોડ રૂપિયા થાય છે. આ સિવાય ઘણી એવી પ્રોપર્ટી છે જે કમર્શિયલ પણ છે. જેમાં દુકાનથી લઈને મોલની જગ્યા સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે. માત્ર પોતાના નામ પર જ નહીં પરિવારજનોના નામ પર પણ દુકાન અને શૉરૂમ છે. આ પ્રોપર્ટીને એની સાથે જોડવામાં આવે તો કમર્શિયલ પ્રોપર્ટીનો આંકડો કરોડો સુધી પહોંચે એમ છે. 

9 કરોડ રૂપિયાની ડિપોઝિટ

એક ગ્લોબલ મોલ પણ છે જેની કિંમત 900 કરોડ રૂપિયા થાય છે. શેર માર્કેટમાં પણ ડી કેએ સારૂ એવું રોકાણ કરેલું છે. જુદી-જુદી કંપનીઓના શેરમાંથી એમને સારી એવી આવક થાય છે. આ ઉપરાંત 9 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ છે. ડી કે અને એમની પત્ની-બાળકોના નામ પર 3.2 કરોડની જ્વેલરી છે જે ડાયરેક્ટ પહેરી શકાય એ સ્થિતિમાં છે. આ જાણકારી તેમણે વર્ષ 2023માં ચૂંટણી દરમિયાન આપી હતી. 

ડી કે શિવકુમારનો જન્મ 15 મે 1962ના રોજ થયો હતો. રામનગર જિલ્લાના કનકપુરા તાલુકાના તેઓ રહેવાસી છે. એમને પરિવાર વોક્કાલિગા સમુદાય સાથે જોડાયેલો છે. કર્ણાટકની રાજનીતિમાં આ સમુદાયનો ઘણા સમયથી દબદબો રહ્યો છે. બેંગ્લુરૂમાંથી તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.કૉલેજના અભ્યાસ દરમિયાન પણ એમને રાજનીતિમાં વિશેષ રસ હતો. 80ના દાયકામાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. એ પછી રાજનીતિમાં તેમણે પાછું વળીને જોયું નહી. 

રાજકીય દાવપેચ

23 વર્ષની ઉંમરમાં તેમણે એચડી દેવગૌડાની સામે સથનૂર બેઠક પરથી ચૂંટણી લડી હતી.એ પછી કોંગ્રેસમાંથી ચૂંટણ લડી અને ધારાસભ્ય સુધીની સફર ખેડી. આઠ વખત ધારાસભ્ય તરીકે રહ્યા બાદ હવે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી તરીકે આવ્યા છે. આ સમીકરણ બાદ કર્ણાટકની રાજનીતિનું ગણિત અલગ રીતે આલેખાઈ રહ્યું છે. હવે વર્ષ 2028માં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 

કોંગ્રેસની ટક્કર ભાજપ અને જેડીએસ સાથે થશે. કર્ણાટકમાં સત્તામાંથી હાથ ધોવાનો વારો આવે એવું તે ક્યારેય ઈચ્છતી નથી. સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચેની ખેંચતાણ ઘણી જૂની છે. રાજકીય વિવાદ વચ્ચે મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો અને હાઈકમાન્ડે યુદ્ધના ધોરણે બેઠક બોલાવી હતી.