Mon Sep 14 2026

Logo

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાવુક થયા, કહ્યું મે ખૂબ ગુસ્સો કર્યો માફ કરજો

2026-05-28 17:18:28
Author: Chandrakant Kanoja
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાવુક થયા, કહ્યું મે ખૂબ ગુસ્સો કર્યો માફ કરજો

બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પૂર્વે તેમણે બેંગલુરુમાં તેમની અંતિમ કેબિનેટ બેઠક લીડ કરી હતી.  આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયા ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમના કેબિનેટ સાથીએ કહ્યું કે ,છેલ્લા 20 વર્ષોમાં મેં તમારા બધા પર ગુસ્સો કર્યો છે. જોકે  મેં આ બધું ફક્ત પક્ષના હિત માટે કર્યું છે. 

હું તમારા બધાનો આભાર માનું  છું 

કેબિનેટ બેઠકમાં બોલતા, સિદ્ધારમૈયાએ કહ્યું, "છેલ્લા બે દાયકામાં, મેં તમારા બધા પર બૂમો પાડી છે અને મારો ગુસ્સો કર્યો  છે.  મહેરબાની કરીને  મન પર ના લેતા મને માફ કરજો.  મેં પક્ષ અને સરકાર બંનેના શ્રેષ્ઠ હિતમાં કામ કર્યું છે. તેની પાછળ કોઈ વ્યક્તિગત હેતુ નહોતો. તમે આટલા વર્ષો દરમિયાન મને ટેકો આપ્યો છે અને હું તમારા બધાનો આભાર માનું છું.

મુખ્યમંત્રી પદ પરથી રાજભવન ખાતે મારું રાજીનામું સુપરત કર્યું

સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ બેંગલુરુમાં એક પત્રકાર પરિષદને સંબોધતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, મેં કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી રાજભવન ખાતે મારું રાજીનામું સુપરત કર્યું છે. રાજ્યપાલ હાલમાં અહીં હાજર નથી. મને જાણ કરવામાં આવી છે કે તેઓ આજે રાત્રે પરત ફરી રહ્યા છે. રાજીનામું પત્ર તેમના કાર્યાલયમાં સોંપવામાં આવ્યું છે.