Sat Jul 25 2026

Logo

જંતરમંતર પર CJPના આંદોલનનો અંત, જાણો શું ડીલ થઈ ગઈ સરકાર સાથે?

2026-07-25 18:34:35
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નવી દિલ્હના જંતરમંતર પર ચાલી રહેલું ધરણા પ્રદર્શન હવે પૂર્ણ થઈ ગયું છે. કોક્રોચ જનતા પાર્ટીના મુખ્યા અભિષેક દિપકેએ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા સાથે રહીને એક પત્રકાર પરિષદ યોજી છે. કોક્રોચ નજતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, સરકારે અમારી માગ સ્વીકારી છે હવે તમે બધા પોત-પોતાના ઘરે જાવ. જોઈન્ટ પ્રેસ બ્રિફિંગમાં સીજેપી પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે, ભવિષ્યમાં પણ આ વિષયને લઈને કોઈ પ્રકારનું એક્શન લેવામાં નહીં આવે. મંગળવાર સુધીમાં આ વાતની લેખિતમાં ગેરેન્ટી મળી જશે. 1 કરોડની આર્થિક સહાયને આપવા માટે સરકારે સહમતી દર્શાવી છે. 

એક્ઝામ રીફોર્મની વાત

સરકાર સાથે કોક્રોચ જનતા પાર્ટીએ એક્ઝામ રીફોર્મની વાત કરી છે. આ સાથે બ્રોડલ રીફોર્મને લઈને પણ સાથે મળીને કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. પ્રવક્તાએ કહ્યું કે, અમારી માગ સરકારને સોંપી દેવામાં આવી છે. જે સમર્થકો જંતરમંતર પર અમને સપોર્ટ કરવા માટે આવ્યા હતા એ હવે પોતાના ઘરે પાછા ફરે.અમને પહેલાથી જ વિશ્વાસ હતો કે, આ થશે. યુવાનોનું આ આંદોલન હતું.

સરકારે હવે કોઈ એક્શન ન લે એ અમારી માગ હતી. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ આજે સૌરવ દાસ અને રાંકા સાથે ત્રીજીવાર મુલાકાત કરી છે. શનિવારે પણ લાંબી વાત થઈ હતી.લેખિતમાં કેટલીક માગ કરવામાં આવી હતી અને દરેક માગ પર વિસ્તારથી ઊંડી ચર્ચા થઈ છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, કોઈ જ એક્શન નહીં લેવાય અને જે FIR પણ નહીં થાય. જો થઈ હશે તો પણ એ ફરિયાદને પાછી ખેંચી લેવાશે. 

ત્રણ મુખ્ય માગ હતી

ભવિષ્યમાં આ વિષય પર કોઈ પ્રકારનો કેસ કરવામાં નહીં આવે.આર્થિક રીતે સહાય આપવા માટે પણ સરકારે તૈયારી દર્શાવી છે. રીફોર્મ ચાર્ટરને લઈને સરકાર વિચારણા કરશે. જે વાત મૂકવામાં આવી હતી તેને સરકારે સહાનુભૂતીથી માની છે.

કોક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, અમારી મુખ્ય ત્રણ માગ હતી, જેમાં પહેલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું,વિરોધ પ્રદર્શન દરમિયાન જે યુવાનો પર ફરિયાદ થઈ છે એને પાછી ખેંચવી અને ભવિષ્યમાં પણ આ વિરોધ પ્રદર્શન કરનારા યુવાનો કે આયોજકો સામે કોઈ પ્રકારના કેસ ન કરવામાં આવે. ધર્મેન્દ્ર પ્રધાને હવે રાજીનામું આપી દીધું છે. એટલે પહેલી માગ પૂરી થઈ ગઈ છે. તમામ ભાજપ શાસિત રાજ્યોમાં અને ભાજપના સહયોગી રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો સામે કરેલા કેસને પાછા ખેંચવામાં આવે. આ વાત પણ સરકારે સ્વીકારી લીધી છે. માની લીધી છે. હવે ટૂંક જ સમયમાં FIR પાછી ખેંચી લેવામાં આવશે. 

સરકારે ખાતરી આપી

સૌરવ દાસે ઉમેર્યું કે, સરકારે ખાતરી આપી છે કે, તમામ ફરિયાદની કોપી પાર્ટી સાથે શૅર કરવામાં આવશે. 15થી 20 પોલીસ ફરિયાદ થઈ છે. આવનારા ચારેક દિવસમાં આ ફરિયાદની કોપી મળી જશે. મંગળવાર સુધીમાં સરકાર આ વિષય પર વિગતવાર કોપી શૅર કરશે.આ ઉપરાંત આવનારા દિવસોમાં હવે પછી આ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ કેસ કરવામાં નહીં આવે. કોક્રોચ જનતા પાર્ટી સારી નીતિ સાથે એ વાતનું એલાન કરે છે કે, હવે તે આંદોલન પાછું ખેંચી રહી છે. એ સ્વીકૃતિ સાથે કે, નક્કી કરેલી શરત અને સમયમર્યાદામાં એ મુદ્દાઓ પૂરા કરશે સરકાર.