Thu Oct 01 2026

Logo

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં IMDનું એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પડશે વરસાદ

Ahmedabd   2026-09-29 08:07:00
Author: Mumbai Samachar Team
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં IMDનું એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પડશે વરસાદ

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં IMDનું એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે વરસાદનું અનુમાન છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ હવામાન બદલાઇ શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ૨૯ સપ્ટેમ્બરે ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. 

મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ હવામાન બદલાઇ શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ૨૯ સપ્ટેમ્બરે ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. પવનના જોંકા સાથે તેની ઝડપ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

યુપીથી દિલ્હી સુધી બદલાયું હવામાન

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ વરસાદની અસર હવે તાપમાન પર પણ સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. પૂર્વી યુપીથી લઈને પશ્ચિમી યુપી સુધીના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની સ્થિતિ બની રહી શકે છે. ૨૯ સપ્ટેમ્બરે પશ્ચિમી યુપીમાં ઘણી જગ્યાએ વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે, જ્યારે પૂર્વી યુપીમાં આ સિલસિલો ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે.

પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદનો દોર

બિહારમાં ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ૨૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી વરસાદનો દોર ચાલુ રહી શકે છે. પશ્ચિમ બંગાળ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવીજની સંભાવના છે. ઓડિશા અને ઝારખંડમાં પણ આગામી કેટલાક દિવસો સુધી હવામાન સક્રિય રહી શકે છે