શ્રીનગરઃ આજે જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના જોરદાર ઝટકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરના બહાર દોડી આવ્યાં હતાં. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જો કે, ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યાન નથી.
અચાનક આવેલા ભૂકંપથી તેઓ ગભરાઈ ગયા
આજે વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે અચાનક આવેલા ભૂકંપથી તેઓ ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા. જોકે, ભૂકંપના કારણે કોઈને જાનમાલનું નુકસાન થયું નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ પહેલા બે દિવસ પહેલા કોલકાતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોલકાતામાં બે દિવસ પહેલા 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
રાત્રે 1:25 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો
મળતી વિગતો પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં રાત્રે 1:25 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 33.08° ઉત્તર અક્ષાંશ અને 76.17° પૂર્વ રેખાંશ પર હતું. તેની ઊંડાઈ જમીનથી 5 કિલોમીટર નીચે નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના કારણે કેટલા પ્રમાણમાં નુકસાન થયું તેની તંત્ર દ્વારા કોઈ જાણકારી આફવામાં આવી નથી.