નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા પછી ઇરાન સામે તણાવ વધ્યો છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં તંત્ર પરિસ્થિતિ તીવ્ર બની છે. આ સંકટ વચ્ચે ભારતે બધા પક્ષોને સંયમ રાખવા અને વાતાચીત દ્વારા સમસ્યા હલ નીકળવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા આ દેશો શાંત રહે તેવું લાગતું નથી. અત્યારે એકબીજા પર હવાઈ હુમલાઓ શરૂ થઈ ગયાં છે. ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલાનો ઈરાન દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું, "આપણે બધા પક્ષોને સંયમ રાખવા, તણાવ વધતો અટકાવવા અને સામાન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા આમંત્રણ આપીએ છીએ. તણાવ ઓછો કરવા અને અંતર્ગત મુદ્દાઓને ઉકેલવા માટે સંવાદ અને રાજદ્વારી પ્રયાસો કરવા જોઈએ. બધા રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. દરેક દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાનું સન્માન કરવું જરૂરી છે, જેનાથી વિસ્તારી થતો સંઘર્ષ રોકાઈ શકે.
Our statement on the evolving situation in West Asia ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) February 28, 2026
🔗 https://t.co/6aGR3mdDrb pic.twitter.com/qdKlTorVU4
ઇરાન-ઇઝરાયલના વિદેશ પ્રધાનો સાથે ફોન પર વાત કરી
આ સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઇરાન અને ઇઝરાયલના વિદેશ પ્રધાનો સાથે ફોન પર વાત કરી છે. તેમણે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું, ‘આજે ઇઝરાયલી વિદેશ પ્રધાન જીડિયન સા'આર સાથે વાત કરી." આ વાતચીતમાં તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એક બીજી પોસ્ટમાં તેમણે લખ્યું કે, આજે સાંજે ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલિફોન પર વાતચીત થઈ. ઈરાન અને પ્રદેશમાં તાજેતરના વિકાસ પર ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
Had a telecon with Iranian FM Seyed Abbas Araghchi this evening.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2026
Shared India’s deep concern at the recent developments in Iran and the region. @araghchi
ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોના સંપર્કમાં
પશ્ચિમ એશિયામાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેમને સતર્ક રહેવા, દૂતાવાસ સાથે જોડાયેલા રહેવા અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકા અનુસરવાની સલાહ આપી છે. યુએઈમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબરો જેવા કે 800-46342 અને વોટ્સએપ +971543090571 જાહેર કર્યા છે. આ કદમથી ત્યા રહેતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે, કારણ કે પ્રદેશમાં ઇરાની મિસાઈલ હુમલા અને અન્ય ઘટનાઓ વધી રહી છે.