નવી દિલ્હીઃ હાલ ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ 2026 ચાલી રહ્યો છે. આ દરમિયાન વધુ IPLમાં લવ જિહાદના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. એક મુસ્લિમ ક્રિકેટરે એન્કર ગર્લફ્રેન્ડને આયકો યાદ કરવા ફરજ પાડી હોવાના આક્ષેપો થયા છે. એક પત્રકારે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ બાદ આ વિવાદ શરૂ થયો હતો.
પત્રકારે સોશિયલ મીડિયા પોસ્ટમાં સીધી રીતે કોઈનું નામ નહોતું લીધું પરંતુ તેનો સંકેત સ્પષ્ટ હતો. ક્રિકેટરે તેની પ્રેમિકા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. એન્કરના મિત્ર અનુસાર, ક્રિકેટરે કહ્યું કે, જ્યાં સુધી તે પ્રેક્ટિસથી પરત ફરે ત્યાં સુધી એન્કરને આયકો યાદ કરવા ફરડ પાડી હતી.
ધર્મ પરિવર્તનના આરોપો વચ્ચે એન્કરના અંગત જીવન પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. વાયરલ દાવા અનુસાર, ક્રિકેટરે તેને લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવા પણ કહ્યું હતું. તેણે અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાના બદલે માત્ર નમસ્તે કરવા જ કહ્યું હતું. આ ઉપરાંત ક્રિકેટરે એન્કરની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવા દબાણ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
જેવી આ ખબર ફેલાઈ, સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું. લોકોએ જરા પણ વિલંબ કર્યા વિના આ આખી વાર્તાને સમીર રિઝવી અને યેશા સાગર સાથે જોડી દીધી હતી. ઘણા યુઝર્સે આ આરોપોને સાચા માનીને ખેલાડીના આ વર્તનની આકરી ટીકા કરી છે. લોકોએ તેને ધર્મ પરિવર્તનનું ષડયંત્ર ગણાવીને ઓનલાઈન ગંભીર ચર્ચા છેડી દીધી છે.

સત્તાવાર પુષ્ટિની રાહ
ઈન્ટરનેટ પર આરોપોનું બજાર ભલે ગરમ હોય, પરંતુ અત્યાર સુધી આ ગંભીર દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ન તો સમીર રિઝવી કે ન તો યેશા સાગરે આ ઘટનાક્રમ પર કોઈ જાહેર નિવેદન આપ્યું છે. પત્રકારે પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે આ ફેરફાર પરસ્પર સંમતિથી છે કે જબરદસ્તીથી, તે તો માત્ર એન્કર જ જણાવી શકે છે. હાલમાં તમામ લોકો આ સમગ્ર મામલે તેમના સત્તાવાર નિવેદનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
IPL 2026cમાં સમીર રિઝવીનું પ્રદર્શન કેવું રહ્યું છે?
સમીર રિઝવીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. શરૂઆતની પ્રથમ બે મેચમાં શાનદાર રીતે કરી હતી. પ્રથમ બે મુકાબલામાં 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો અને તે IPL 2026ની ઓરેન્જ કેપની રેસમાં પણ સામેલ હતો. જોકે, લખનઊ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે અનુક્રમે 70 અને 90 રનની બે ઇનિંગ્સ રમ્યા બાદ તેના ફોર્મ કથળ્યું છે. ત્યારપછી તે ચાર વખત સિંગલ ડિજિટ સ્કોર પર આઉટ થયો છે, જેમાં બે વખત શૂન્ય પર આઉટ થવાનો પણ સમાવેશ થાય છે. આઠ મેચોમાં તેણે 34.83ની સરેરાશ અને 150ની નજીકના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે.
સમીર રિઝવીની ગર્લફ્રેન્ડ યેશા સાગર કોણ છે?
યેશા સાગરનો જન્મ 14 ડિસેમ્બર, 1996ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. ભારતમા ઉછેર થયા બાદ, તે 2015માં વધુ અભ્યાસ માટે કેનેડાના ટોરોન્ટોમાં સ્થાયી થઈ હતી. સેનેકા કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, તેણે ધીમે ધીમે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો. મોડેલ, અભિનેત્રી અને એન્કર તરીકે કામ કરીને તેણે વિવિધ પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવી.

યેશા શરૂઆતમાં પંજાબી મ્યુઝિક વીડિયોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી બની હતી. પંજાબી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં તેના કાર્યને કારણે તે ઉત્તર ભારતીય પોપ કલ્ચરમાં પ્રખ્યાત થઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ચાલી રહી છે કે તે આઈપીએલ 2026 દરમિયાન સમીર રિઝવીને ડેટ કરી રહી છે, જેના કારણે તે ફરી ચર્ચામાં આવી છે. અહેવાલો અનુસાર, તે ક્રિકેટ મેચોમાં, ખાસ કરીને 2025માં દિલ્હી કેપિટલ્સની મેચોમાં હાજર રહી હતી. આ હાજરીને કારણે બંને વચ્ચેના સંભવિત સંબંધો વિશેની અટકળો તેજ બની હતી. તેમ છતાં, આ દાવાઓની પુષ્ટિ કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.