Fri May 22 2026

Logo

જર્સી બદલાઈ અને નસીબ પણ! પંજાબ કિંગ્સની જર્સીમાંથી કેમ હટાવવો પડ્યો સિલ્વર રંગ? પ્રીતિ ઝિન્ટાએ જણાવ્યું ચોંકાવનારું કારણ...

2026-04-28 20:42:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ-2026 ચાલી રહ્યો છે અને દરરોજ ખેલાડીઓ એક પછી એક નવા નવા વિક્રમો બનાવી રહી છે. આ બધા વચ્ચે આઈપીએલ-2026માં પંજાબ કિંગ્સના શાનદાર પ્રદર્શનની સાથે તેની જર્સી પણ ચર્ચામાં છે. એક સમયે લાલ અને સિલ્વર રંગના કોમ્બિનેશનમાં જોવા મળતી પંજાબની જર્સીમાં હવે સિલ્વર રંગ કેમ ગાયબ છે, એ બાબતે ટીમની માલકિન અને બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ કર્યો છે. આવો જોઈએ આખરે શું છે આ પાછળનું કારણ... 

વાત કરીએ આઈપીએલના શરૂઆતના વર્ષોની એ સમયે પંજાબની જર્સીમાં લાલ સાથે સિલ્વર રંગની એક ઝલક જોવા મળતી હતી, પરંતુ હવે બીસીસીસીઆઈના કડક નિયમોને કારણે ટીમને આ રંગ બદલવાનો વારો આવ્યો છે. આખરે આવું કેમ થયું એનો ખુલાસો ખુદ ટીમની માલકિન પ્રીટિ ઝિન્ટાએ કર્યો છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રીતિ ઝિન્ટાએ જણાવ્યું કે, બીસીસીઆઈ દ્વારા હવે જર્સીમાં સફેદ, ગ્રે કે સિલ્વર રંગના ઉપયોગની પરવાનગી આપવામાં આવતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ખેલાડીઓ સિલ્વર કે સફેદ રંગની જર્સી પહેરે છે, ત્યારે સામેની ટીમના ખેલાડીઓને સફેદ બોલ જોવામાં મુશ્કેલી પડે છે. ફિલ્ડિંગ અને બેટિંગ દરમિયાન બોલ જર્સીના રંગમાં ભળી જતો હોવાની ફરિયાદોને પગલે બીસીસીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, હવે જોવાની વાત એ છે કે જર્સીનો રંગ બદલાવવાની સાથે સાથે જ પંજાબ કિંગ્સના નસીબ પણ બદલાયા હોય તેવું લાગે છે. પંજાબ અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. 7માંથી 6 મેચમાં જીત મેળવી છે. કેપ્ટન શ્રેયસ અય્યર (279 રન), પ્રભસિમરન (287 રન) અને પ્રિયાંશ આર્યા (254 રન) સાથે હાલમાં શાનદાર ફોર્મમાં છે. આ સિવાય પંજાબની ટીમ બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. અર્શદીપ સિંહે સાત અને વિશાકે 6 તેમ જ બાર્ટલેટ અને યાનસેનને 5-5  વિકેટ ઝડપીને વિરોધી ટીમોને મુશ્કેલીમાં મૂકી છે.