Mon Sep 14 2026

Logo

IPL 2026: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ કઈ તારીખે કોની સામે રમશે મેચ, જાણો વિગત

2026-04-01 12:51:00
Author: Mayur Patel
IPL 2026: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ કઈ તારીખે કોની સામે રમશે મેચ, જાણો વિગત

અમદાવાદઃ આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સની શરૂઆત હાર સાથે થઈ છે. પંજાબ કિંગ્સે  અત્યંત રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 162 રન કર્યા હતા. જેના જવાબમાં પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 165 રન બનાવી મેચ જીતી લીધી હતી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સનું હોમગ્રાઉન્ડ છે. અહીં રમાનારી ગુજરાત ટાઈટન્સની મેચ પર એક નજર.

ગુજરાત Vs રાજસ્થાન, 4 એપ્રિલ, શનિવાર
ગુજરાત Vs કોલકાતા, 17 એપ્રિલ, શુક્રવાર
ગુજરાત Vs મુંબઈ, 20 એપ્રિલ, સોમવાર
ગુજરાત Vs ચેન્નઈ, 26 એપ્રિલ, રવિવાર
ગુજરાત Vs બેંગુલુરુ, 30 એપ્રિલ, ગુરુવાર
ગુજરાત Vs પંજાબ, 3 મે, રવિવાર
ગુજરાત Vs હૈદરાબાદ, 12 મે, મંગળવાર

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત

63 એકરના કેમ્પસમાં ઘેરાયેલા આ આખા સ્ટેડિયમને બનાવવા માટે કુલ 800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમાં 4 ડ્રેસિંગ રૂમ છે અને આ સ્ટેડિયમમાં હોકી અને ફૂટબોલ મેદાન પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય બોક્સિંગ, બેડમિન્ટન અને ટેનિસ માટે પણ અલગ-અલગ કોર્ટ બનાવવામાં આવી છે. આ સ્ટેડિયમમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે.
 
આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં 11માંથી 6 પીચો બનાવવા માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની 5 પીચો બનાવવા માટે લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમમાં મુખ્ય મેદાન સિવાય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે. આ બંને પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં 9-9 મલ્ટિપલ પિચ બનાવવામાં આવી છે જેમાં 5 પીચો લાલ માટીમાંથી અને 4 પિચો કાળી માટીમાંથી બનાવવામાં આવી છે.