Mon May 04 2026

Logo

ત્રણ દિવસ બાદ ખુલતા જ બજારમાં હરિયાળી! સેન્સેક્સ 77,000ને પાર, આ ઓટો શેરમાં તોતિંગ ઉછાળો

2026-05-04 10:24:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં 343.77 પોઈન્ટ(0.45%)ના વધારા 77,257.27  પોઈન્ટ પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 24,245.85  પોઈન્ટ પર ખુલ્યો છે. 

આજે સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, બાકીની 2 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા હતા. નિફ્ટીની 50 માંથી 44 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, 6 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. 

આ શેરોમાં વધારો:
સેન્સેક્સ પરની કંપનીઓમાં મારુતિ સુઝુકીના શેર આજે સૌથી વધુ 4.30 ટકાના વધારા સાથે ખુલ્યા હતા અને કોટક મહિન્દ્રા બેંકના શેર આજે સૌથી વધુ 3.88 ટકાનો ઘટાડો નોંધાયો. ભારતી એરટેલના શેરમાં 0.24 ટકાનો ઘટાડો નોંધાયો.

સેન્સેક્સની અદાણી પોર્ટ્સના શેરમાં 2.69 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2.27 ટકા, ઇન્ડિગોના શેરમાં 1.64 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 1.42 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1.32 ટકા, L&Tના શેરમાં 1.18 ટકા, સન ફાર્માના શેરમાં 1.16 ટકા, HDFC બેંકના શેરમાં 1.13 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 1.04 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 1.00 ટકા, HCL ટેકના શેરમાં 0.99 ટકા, એક્સિસ બેંકના શેરમાં 0.97 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.96 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.96 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 0.96 ટકા, NTPCના શેરમાં 0.94 ટકા, ટાઇટનના શેરમાં 0.91 ટકા, SBIના શેરમાં 0.91 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 0.91 ટકા, ITCના શેરમાં 0.87 ટકા, ICICI બેંકના શેરમાં 0.83 ટકા, TCSના શેરમાં 0.79 ટકા, મહિન્દ્રા & મહિન્દ્રાના શેરમાં 0.57 ટકા, BELના શેરમાં 0.50 ટકા, ટ્રેન્ટના શેર 0.26 ટકા, પાવરગ્રીડના શેર 0.20 ટકા અને એટરનલના શેર 0.12 ટકાના વધારા સાથે ખુલ્યા.

ભારતીય આજે શેરબજાર આજે ત્રણ દિવસ પછી ખુલ્યું છે, શુક્રવારે મહારાષ્ટ્ર દિવસની રજાને કારણે શેરબજારબંધ રહ્યું હતું. ગુરુવારે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, નબળા વૈશ્વિક વલણો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે ભારતીય શેરબજાર ઘટાડો નોંધાયો હતો.

ગુરુવારે સેન્સેક્સ લગભગ સેન્સેક્સ 582.86 પોઈન્ટ(0.75 ટકા)ના ઘટાડા સાથે 76,913.50 પર બંધ થયો. નિફ્ટી 180.10 પોઈન્ટ (0.74 ટકા)ના ઘટાડા સાથે 23,997.55 પર બંધ થયો હતો.