Wed Aug 19 2026

Logo

ભારતીય LPG જહાજ જગ વિક્રમ આવતીકાલે મુંબઈ પહોંચે તેવી શક્યતા

2026-04-13 17:05:39
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય LPG જહાજ  જગ વિક્રમ 14 એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેમાં 20,400 ટન એલપીજી ભરેલું છે. વિદેશ મંત્રાલયની મદદથી  ભારતીય ધ્વજવાળા જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

ભારતીય જહાજ સતત હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી રહ્યા છે

હાલ, ભારત એવા દેશોમાંનો એક છે જેના જહાજો યુદ્ધ વચ્ચે સતત હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી રહ્યા છે. છેલ્લા ચાર અઠવાડિયામાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનાર  જગ વિક્રમ 14 એપ્રિલે મુંબઈ પહોંચવાની અપેક્ષા છે.

2 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલું રહ્યું 

ઉલ્લેખનીય છે કે, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શનિવારે  ભારતીય LPG જહાજ  જગ વિક્રમ  હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું.જે  20,400 મેટ્રિક ટન LPG લઈને  15 એપ્રિલે મુંબઈ પહોંચવાની સંભાવના છે. જોકે, બીજા  ઘણા ભારતીય અને વિદેશી જહાજો આ વિસ્તારમાં હજુ પણ ફસાયેલા છે. આ જહાજ 42 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલું હતું. 

9,27,000 મુસાફરો ભારત પરત ફર્યા છે

આ ઉપરાંત વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજને જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં યુદ્ધ બાદ અત્યાર સુધીમાં 9,27,000 મુસાફરો ભારત પરત ફર્યા છે. કુવૈતી હવાઈ ક્ષેત્ર બંધ છે. આજે યુએઈથી આશરે 100 ફ્લાઇટ્સ આવવાની ધારણા છે. જ્યારે 2,220 ભારતીયો ઈરાનથી  આર્મેનિયા અને અઝરબૈજાન સ્થળાંતરિત થયા છે. આ જૂથમાં 987 વિદ્યાર્થીઓ અને 657 માછીમારો શામેલ છે.