વેસ્ટર્ન કમાન્ડ દ્વારા 'ભૈરવ' યુનિટ્સની જાહેરાત: દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને ચોક્કસ હુમલા કરવાની ક્ષમતામાં વધારો
પઠાણકોટ (પંજાબ): ડ્રોન યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે ઈન્ફેન્ટ્રી, આર્ટિલરી અને આર્મર્ડ રેજિમેન્ટમાં સમર્પિત 'આશિન' ડ્રોન પલટન (ટૂકડી) બનાવી રહી છે, એમ વેસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે જણાવ્યું હતું.
ડ્રોનનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ
પત્રકારો સાથે વાત કરતા લેફ્ટનન્ટ જનરલ કટિયારે એમ પણ કહ્યું કે વિશિષ્ટ 'ભૈરવ' યુનિટ્સને દુશ્મનના વિસ્તારમાં ડીપ ઓપરેશન્સનું કામ સોંપવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોનના વધતા મહત્વને ઓળખીને સેનાએ તેની રચનાઓનું પુનઃગઠન કર્યું છે. અમને સમજાયું છે કે ડ્રોનનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી અમે તમામ યુનિટ્સમાં એટલે સુધી કે સૌથી નાના સબ-યુનિટ્સમાં ડ્રોનનો ઉપયોગ એકીકૃત કર્યો છે.
લડાઈઓમાં ઝડપી કાર્યવાહીની જરૂર પડશે
તેમણે કહ્યું કે સમર્પિત 'આશિન' ડ્રોન પ્લાટૂન – ઈન્ફ્રેટ્રી બટાલિયન્સની અંદર સબ-યુનિટ્સ બનાવવામાં આવ્યા છે અને દરેક રેજિમેન્ટમાં આ પ્રકારની વિશેષ પ્લાટૂન ઉભા કરવામાં આવશે. આ પ્લાટૂને ડ્રોન ઓપરેશનમાં કુશળતા પ્રાપ્ત કરી છે. દરેક રેજિમેન્ટ ઈન્ફ્રેટ્રી, આર્ટિલરી અથવા આર્મર્ડમાં ડ્રોન યુદ્ધમાં નિષ્ણાત આવા યુનિટ્સ હશે." ઓપરેશનલ તૈયારી પર ભાર મૂકતા વેસ્ટર્ન આર્મી કમાન્ડરે કહ્યું કે ભવિષ્યની લડાઈઓમાં સૈનિકોનું રક્ષણ કરવા અને ચોક્કસ હુમલાઓ કરવા માટે ઝડપી કાર્યવાહીની જરૂર પડી શકે છે.
ડ્રોન વેસ્ટર્ન કમાન્ડ વર્કશોપમાં બનાવ્યા
આ વિશિષ્ટ બટાલિયનો આપણી હુમલો કરવાની ક્ષમતા અને સ્પેશિયલ ઓપરેશન કેપેબિલિટીને વધારશે. આવનારા સમયમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવા અને દુશ્મનના વિસ્તારમાં ઘૂસવા માટે સક્ષમ નાની, ચપળ ટીમોની જરૂર પડશે. 'ભૈરવ' યુનિટ્સનો પ્રતિકૂળ વિસ્તારોમાં કામગીરી માટે ઉપયોગ કરવામાં આવશે. લેફ્ટનન્ટ જનરલ કટિયારે એ પણ ખુલાસો કર્યો કે ઈવેન્ટ દરમિયાન પ્રદર્શિત કરાયેલા મોટા ભાગના ડ્રોન વેસ્ટર્ન કમાન્ડ વર્કશોપમાં બનાવવામાં આવ્યા હતા.
ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવ્યા
વધુમાં તેમણે કહ્યું હતું કે "અમે સેનામાં જ ડ્રોન બનાવવાનું શરૂ કર્યું છે અને તેનું ઉત્પાદન મોટા પાયે કરી રહ્યા છીએ. અમે અમારી ઓપરેશનલ જરૂરિયાતો અને અમને જરૂરી ટેકનોલોજી સમજીએ છીએ અને અમે તેમને અમારા પોતાના વર્કશોપમાં વધુ અસરકારક રીતે બનાવી શકીએ છીએ. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા આર્મી કમાન્ડરે કહ્યું કે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા અને જ્યારે જવાબી કાર્યવાહી કરવામાં આવી તો તેના જવાબમાં લશ્કરી અને હવાઈ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેઓએ યુદ્ધવિરામની માંગણી કરી, તેમણે આપણી સમક્ષ સીધી નહીં પરંતુ અન્ય દેશો મારફતે માંગણી કરી હતી. તેઓ આપણી સામે લડી શકતા નથી.