Sat Sep 12 2026

Logo

મિલર-બ્રેવિસની 97ની ભાગીદારી નડી, ભારતને 188નો લક્ષ્યાંક

2026-02-22 21:11:33
Author: Ajaay Motiwala
મિલર-બ્રેવિસની 97ની ભાગીદારી નડી, ભારતને 188નો લક્ષ્યાંક

અમદાવાદ: સાઉથ આફ્રિકા (south Africa)એ વિશ્વ કપના સુપર-એઇટ મુકાબલામાં સાત વિકેટે 187 રન કરીને ભારતને 188 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. 

ખાસ તો ભારતીય ટીમને ડેવિડ મિલર (63 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને ડેવાલ્ડ બ્રેવિસ (45 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 97 રનની ભાગીદારી નડી હતી. તેમણે ટીમનો સ્કોર 3/20 હતો એ 51 બૉલમાં 117 રન સુધી પહોંચાડી દીધો હતો. છેક 13મી અને 16મી ઓવરમાં અનુક્રમે શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ બ્રેવિસ અને મિલરની વિકેટ લીધી હતી.

ટ્રિસ્ટેન સ્ટબ્સ (44 અણનમ, 24 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની ઇનિંગ્સ પણ સાઉથ આફ્રિકન ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની હતી. એકંદરે, 2024ની રનર-અપ ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત (India)ની બોલિંગનો હિંમતથી સામનો કરીને પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગા સહિતની દમદાર ઇનિંગ્સ બતાવી હતી.

અભિષેકથી માંડીને વૉશિંગ્ટન સુંદર સુધીની લાંબી બૅટિંગ લાઇન-અપની કસોટીનો સમય આવી ગયો હતો. બુમરાહે ત્રણ, અર્શદીપે બે તેમ જ વરુણ-શિવમે એક-એક વિકેટ લીધી હતી. હાર્દિકને 45 રનમાં અને વૉશિંગ્ટનને 17 રનમાં વિકેટ નહોતી મળી.