Sun Jul 26 2026

Logo

ભારતીય સેનાની તાકાત વધશે: DPBએ રશિયન S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા મંજુરી આપી

2026-03-04 15:21:20
Author: Savan Zalaria
Article Image

નવી દિલ્હી: વૈશ્વિક આશાંતિ વચ્ચે ભારત સંરક્ષણ મજબુત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ફ્રાંસ સાથે 114 રાફેલ ફાઈટર જેટની મેગા ડીલ બાદ ડિફેન્સ પ્રોક્યોરમેંટ બોર્ડ (DPB)એ સોમવારે એર ફોર્સ ઓફ ઇન્ડિયા(IAF) માટે રશિયા પાસેથી પાંચ વધુ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી.

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની અધ્યક્ષતા હેઠળના DPBએ IAF દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તને મંજુરી આપી છે, આ અરજીને હવે આગળની મંજુરી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની બાદ ડિફેન્સ એક્વિઝિશન કમિટી (DAC) પાસે મોકલવામાં આવશે.

DAC આ વધુ પાંચ S-400 એર ડિફેન્સ ખરીદવાની મંજૂરી આપે પછી, નવી ખરીદીની કિંમત નક્કી કરવા માટે કોસ્ટ નિગોશિએશન કમિટીની રચના કરવામાં આવશે. ત્યાર બાદ નાણા મંત્રાલય મારફતે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CSS) દ્વારા આ ખરીદીને અંતિમ મંજુરી આપવામાં આવશે.

નોંધનીય છે કે હાલ ભારત પાસે ત્રણ S-400 સિસ્ટમ છે, આ વર્ષે વધુ બે ત્રણ S-400 સિસ્ટમને ઇન્ડિયન સિક્યોરિટી ફોર્સિઝમાં સામેલ થઇ શકે છે. ગત વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 સિસ્ટમે શાનદાર કામગીરી કરી હતી.  

અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રાલય હવે 13 રશિયન પેન્ટસિર S-1 સેલ્ફ-પ્રોપેલ્ડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે IAF અને ભારતીય સેનાના પ્રસ્તાવની રાહ જોઈ રહ્યું છે. પેન્ટસિર S-1 મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો છે.