નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સમિટના બીજા દિવસે વડા પ્રધાન મોદીએ સંબોધન કરતા UN સિક્યોરિટીને લઈને મહત્ત્વની વાત કહી દીધી હતી. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં બ્રિક્સ નેતાઓનું સ્વાગત કર્યું અને બે દિવસીય બ્રિક્સ સમિટને ઐતિહાસિક બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. પોતાના ભાષણમાં મોદીએ કહ્યું કે, ભારતમાં તમારા બધાનું સ્વાગત છે અને અભિનંદન છે. ભારતમાં બ્રિક્સની અધ્યક્ષતા, પીપલ સેન્ટ્રિક અને હ્યુમિનિટી ફર્સ્ટ એપ્રોચ પર આધારિત છે. નવાચાર, સહયોગ અને સ્થિરતા એ અમારી પ્રાથમિકતા છે. પ્રાથમિકતા રહી છે. આ સાથે મોદીએ UN સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારાની માગ કરી છે.
BRICS Summit 2026 gets underway in Delhi. pic.twitter.com/WN7YWi5bTg
— Narendra Modi (@narendramodi) September 12, 2026
પ્રપોઝલ તૈયાર કરવું જોઈએ
મોદીએ ઉમેર્યું હતું કે, આપણે ગ્લોબલ રીફોર્મ માટે એક પ્રપોઝલ તૈયાર કરવું જોઈએ. આગામી વીસ વર્ષ માટે એક નવા અને મોટા લક્ષ્ય ધરાવતા એજન્ડા પર કામ કરવાની જરૂર છે. આપણે આ પ્રક્રિયાને શરૂઆત આપણી પોતાની આંતરિક પ્રણાલીઓથી જ કરવી જોઈએ. આ માટે આપણે એક વ્યાપક કહી શકાય એવો રોડમેપ તૈયાર કરવો પડશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ રોડમેપને તૈયાર કરતી વખતે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાનું રહેશે. પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમ. પ્રતિનિધિત્વ અંગે હું એવું કહેવા માગીશ કે, UN સિક્યોરિટી પરિષદમાં સુધારાને હવે વધારે લાંબા સમય સુધી ટાળી શકાય એમ નથી.આ બાબત અંગેની ચર્ચાઓ ચોક્કસ સમયમર્યાદા અને સ્પષ્ટ પરિણામો સાથે જોડાયેલી હોવી જોઈએ. તેવી જ રીતે, નાણાકીય સંસ્થાઓમાં મતદાનની સત્તા, નેતૃત્વની ભૂમિકાઓ અને નીતિગત પ્રાથમિકતાઓ વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત હોવી જોઈએ.
નવો અધ્યાય શરૂ થશે
વૈશ્વિક આર્થિક વિકાસને વેગ આપતા દેશોએ વૈશ્વિક આર્થિક શાસન વ્યવસ્થાના ઘડતરમાં પણ યોગ્ય ભૂમિકા ભજવવી જોઈએ. આ વર્ષ બ્રિક્સ સમિટનો આ એક મહત્ત્વનો પડાવ છે. આપણે બ્રિક્સની વીસમી વર્ષગાંઠ બનાવી રહ્યા છે. માણસના જીવનમાં 20 વર્ષની ઉંમર, મેચ્યોરિટી, જવાબદારીનો એક નવો અધ્યાય પ્રારંભ કરાવે છે. આ એ અવસ્થા હોય છે જ્યારે સપનાની સાથે જવાબદારી પણ જોડાય જાય છે. સમજદારીને એક દિશા મળે છે. આપણે એકબીજના દર્શકોનું પણ સન્માન કરીએ છીએ. કર્તવ્યનિષ્ઠાને પણ આગળ વધારીએ છીએ. અમે કોઈની વિરુદ્ધમાં નથી, બધાને સાથે લઈને ચાલવાનું વિચારી રહ્યા છીએ. આ વિચારને આગળ વધારી રહ્યા છીએ. હવે સમય છે કે, બ્રિક્સમાં આપણી એકતા અને સહમતીને વૈશ્વિક મંચ પરથી એક ઠોસ પરિણામમાં બદલીએ. આપણે આગામી 20 વર્ષો માટે એક નવા અને મહત્વાકાંક્ષી કાર્યસૂચિ પર કામ કરવું પડશે. આપણે આ પ્રક્રિયાની શરૂઆત આપણી પોતાની કાર્યપદ્ધતિઓથી કરવાની જરૂર છે.
પ્રયાસના કેન્દ્રમાં માનવતાનો વિકાસ
બ્રિક્સ (BRICS)નું અધ્યક્ષપદ વાર્ષિક ધોરણે બદલાતું રહે છે, પરંતુ તેનાથી આપણી સંસ્થાકીય ગતિશીલતામાં અવરોધ ન આવવો જોઈએ. હું બ્રિક્સ માટે 'સાતત્ય અને અમલીકરણ તંત્ર' (Continuity and Implementation Mechanism)નો પ્રસ્તાવ મૂકું છું. આનાથી 'ટ્રોઇકા' (Troika)ના માધ્યમથી તમામ પહેલ અને પરિણામોના અનુવર્તી પગલાં લેવાનું શક્ય બનશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે, વૈશ્વિક સંકટોનો સામનો કરવામાં 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ દેશો) અગ્રેસર છે, તેમ છતાં નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં તે પાછળ રહી જાય છે. આપણે 'વિશેષાધિકારના પિરામિડ'ને 'ભાગીદારીના મંચ'માં પરિવર્તિત કરવું પડશે. માનવતાનો વિકાસ દરેક પ્રયાસના કેન્દ્રમાં હોય.