Tue Jun 02 2026

Logo

ભારત નેપાળ સરહદ મુદ્દે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા, દ્વિપક્ષીય મુદ્દો તૃતીય પક્ષની કોઈ ભૂમિકા નહિ

2026-06-02 19:49:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારત નેપાળ સરહદ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે આ મુદ્દો બ્રિટન સમક્ષ ઉઠાવવાની વાત કરી હતી. જેની બાદ ભારતના વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું કે દ્વિપક્ષીય મુદ્દો છે અને લગભગ 98 ટકા સરહદનું સીમાંકન કરવામાં આવ્યું છે. 

ગંડક નદીના પ્રવાહમાં ફેરફારને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ

ભારત સરકારના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ભારત-નેપાળ સરહદ અંગે નેપાળના વડાપ્રધાનની ટિપ્પણીઓ તેમજ આ બાબતે નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનની નોંધ લીધી છે. ભારત-નેપાળ સરહદનો લગભગ 98 ટકા ભાગનું સીમાંકન કરવામાં આવ્યું  છે. જેમાં  કેટલાક વિસ્તારોનો ઉકેલ લાવવાનો બાકી છે. તેમજ  ગંડક નદીના પ્રવાહમાં ફેરફારને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

દ્વિપક્ષીય બાબતોમાં કોઈ તૃતીય પક્ષની કોઈ ભૂમિકા નહિ 

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ  સરહદના સીમાંકિત ભાગોમાં સરહદ પાર કબજો અને નો-મેન'સ લેન્ડ પર અતિક્રમણના કિસ્સાઓ છે. જેનું સંયુક્ત રીતે મેપિંગ કરવામાં આવી રહ્યું છે. અમે સરહદ સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય પદ્ધતિઓ સ્થાપિત કરી છે. આ બધા સંબંધિતોને સ્પષ્ટ હોવું જોઈએ કે ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય બાબતોમાં કોઈ તૃતીય પક્ષની કોઈ ભૂમિકા નથી.